પાટણ તા. 3
કાંકરેજ તાલુકાના કંમ્બોઈ ગામના વતની અને મધ્યપ્રદેશના જબલપુર ખાતે અગ્નિ વીરની છ માસની ટ્રેનિંગ સફળતા પૂર્વક ની પૂણૅ કરીને ને માદરે વતન પરત ફરેલ સોલંકી રાજુભા સુરસિહ નું મંગળવારે પાટણ નવજીવન હોટલ ખાતે પાટણ પત્રકાર સ્વાભિમાન સંઘના સભ્યો યશપાલ સ્વામી, કમલેશભાઈ પટેલ, પ્રહલાદભાઈ જોષી અને રાધેશ્યામ ઠકકરે હાર તોરા કરી તેમને આવકારી ઉષ્માભર્યું સ્વાગત સન્માન કર્યું હતું.

આ પ્રસંગે પાટણ પત્રકાર સ્વાભિમાન સંઘના સભ્યો યશપાલ સ્વામી, કમલેશભાઈ પટેલ, પ્રહલાદભાઈ જોષી અને રાધેશ્યામ ઠકકરે નાની ઉંમરે દેશની રક્ષા કાજે અગ્નિ વીર તરીકે જોડાવવા બદલ રાજુભા ના સાહસ ને બિરદાવતાં રાજુભા એ પાટણ પત્રકાર સ્વાભિમાન સંઘના સભ્યો નો હ્રદય થી આભાર વ્યક્ત કરી તેઓને પ્રોત્સાહિત કરવા બદલ હર્ષની લાગણી અનુભવી હતી.




