જહું ઓગડ વાડી,હરિહર હોલ અને યાત્રી માટે બનાવેલ રૂમોનુ લોકાર્પણ કરાશે…
વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે ભાતીગળ મેળો ભરાશે..
પાટણ તા. ૩૦
પાટણ સમીપ આવેલા ધારણોજ મુકામે બિરાજમાન શ્રી જહુ માતાજી મંદિર પરિસર ખાતે આગામી તારીખ પાંચ ફેબ્રુઆરીના રોજ ભક્તિમય માહોલ વચ્ચે વિવિધ ધાર્મિક ઉત્સવ સાથે શ્રી જહુ માતાજી નો આઠમો પાટોત્સવ અને ભાતીગળ મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હોય જેને લઈને શ્રી જહુ માતાજી મંદિર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી નવીનભાઈ વાણીયા સહિત તમામ ટ્રસ્ટીગણ અને જહુ માતાજીના ભક્તો સાથે સમસ્ત ધારણોજ ના ગ્રામજનો દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.
ધારણોજ ખાતે બિરાજમાન જહું માતાના મંદિર ખાતે ૮મા પાટોત્સવ પ્રસંગે દેવ દરબાર જાગીર મઢના મહંત ૧૦૦૮ બળદે
વનાથ મહારાજ ખાસ ઉપસ્થિત રહી જહું ઓગડ વાડી,હરિહર હોલ અને યાત્રી માટે બનાવેલ રૂમોનુ લોકાર્પણ કરી રૂડા આશિર્વાદ પાઠવશે.
આગામી તા. 5 ફેબ્રુઆરી એ માતાજીના આઠમાં પાટોત્સવ અને ભાતીગળ મેળાનો પ્રારંભ સવારે 6-00 કલાકે માતાજી ની પુજા- અચૅના અને અન્નકૂટ આગી સાથે કરવામાં આવશે. ત્યારબાદ 9-00 કલાકે ભવ્ય શોભાયાત્રા નિકળશે.10-30 કલાકે હવન -યજ્ઞ નો પ્રારંભ કરાશે. રાત્રે 9-00 કલાકે માતાજી સન્મુખ જાતર-
રમેલ અને બીજા દિવસે સવારે 6-00 કલાકે માતાજી નું ફુલેકુ નિકળશે. ધારણોજ મુકામે આયોજિત શ્રી જહુ માતાજી ના આ પાવન પ્રસંગે સૌ ભાવિક ભકતોને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી દશૅન-પ્રસાદનો લાભ લેવા શ્રીજહુ માતાજી દેવસ્થાન ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી નવીનભાઈ વાણીયા સહિતના ટ્રસ્ટીઓ તેમજ સમસ્ત ધારણોજ ગામના ગ્રામજનો દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.




