પાટણના રિલાયન્સ પેટ્રોલ પમ્પ નજીક ટર્બો-બાઈક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા બાઈક સવાર બે લોકો ગંભીર રીતે ધવાયા.

અકસ્માતમાં ઈજાગ્રસ્ત બનેલા બન્નેને 108 માં ધારપુર હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા.

અકસ્માત ને પગલે લોકો ના ટોળા ધટના સ્થળે ઉમટી પડયાં..

પાટણ તા. ૮
પાટણ શહેરના સિદ્ધપુર ચાર રસ્તા નજીક અવારનવાર નાના મોટા માગૅ અકસ્માત ના બનાવો સજૉતા હોય છે ત્યારે સોમવારે સવારે રિલાયન્સ પેટ્રોલ પમ્પ પાસે ટર્બો વાહન અને બાઈક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા બાઈક પર સવાર બે વ્યક્તિઓને ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેઓને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા સારવાર માટે ધારપુર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
આ અકસ્માતના પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, ટર્બો વાહન રિવર્સ લઈ રહ્યું હતું ત્યારે પાછળથી આવતું બાઈક ટર્બોમાં ઘૂસી ગયું હતું.
આ અકસ્માત ને કારણે બાઈક પર સવાર બંને વ્યક્તિઓ રોડ પર ફંગોળાઈ ગયા હતા. એક વ્યક્તિના હાથ અને પગ પર ટર્બોનું ટાયર ફરી વળતાં તેને ગંભીર ઈજા થઈ હતી, જ્યારે અન્ય વ્યક્તિને પણ શરીરના વિવિધ ભાગો પર ગંભીર ઇજાઓ પહોંચી હતી.
ઘટના બનતા જ આસપાસના લોકો મદદ માટે દોડી આવ્યા હતા અને 108 ઇમરજન્સી સેવાને જાણ કરાતા એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. ઇજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે ધારપુરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માતના પગલે સિદ્ધપુર ચાર રસ્તા પર થોડા સમય માટે વાહનોની અવરજવર ખોરવાઈ હતી અને લોકોના ટોળા એકઠા થયા હતા.
પોલીસે અકસ્માતની જાણ મેળવીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. સિધ્ધપુર ચાર રસ્તા માગૅ પર અવારનવાર સજૉતી નાના મોટા અકસ્માતો ની ધટનાને પગલે વાહન ચાલકો મા ફફડાટ વ્યાપી જવા પામ્યો હોય પોલીસ તંત્ર દ્વારા પુરઝડપે અને ગફલતભરી રીતે વાહનો હંકારતા ચાલકો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી લોક માગ ઉઠવા પામી છે.
અહેવાલ :- યશપાલ સ્વામી પાટણ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here