સ્વામી પરિવારના કુળદેવી શ્રી સમેરા માતાજી મંદિર ની પ્રથમ વર્ષ ગાઠ નિમિત્તે હવન-યજ્ઞ સહિત ધાર્મિક પ્રસંગો ઉજવાયા…

મંદિર નિર્માણમાં સહભાગી બનેલા દાતાઓ સહિત સમાજ આગેવાનો નું સન્માન કરાયું…

પાટણ તા. ૮
સ્વામી પરિવારના કુળદેવી અને શ્રી પદ્મનાભ મંદિર ટ્રસ્ટ સંચાલિત શ્રી સમેરા માતાજીના મંદિરની પ્રથમ વર્ષ ગાઠ નિમિત્તે રવિવારે હવન-યજ્ઞ,ધ્વજારોહણ, મહાઆરતી અને સમૂહ
ભોજન પ્રસાદ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ પવિત્ર પ્રસંગે યજમાન પદ નો લ્હાવો ભાવિનભાઈ સ્વામી અને તેમના ધર્મપત્ની રેખાબેન સહિત ના પરિવારજનોએ લઈ ધન્યતા અનુભવી હતી.
આ ધાર્મિક પ્રસંગે હુડકો ના ડિરેક્ટર કે. સી. પટેલ, જીતુભાઈ પટેલ,સમાજના આગેવાન – દાતા અને ગુજરાત પ્રજાપતિ સમાજના નવનિયુક્ત ઉપપ્રમુખ ભરતભાઈ ગીરધરલાલ પ્રજાપતિ, વૃંદાવન આર્કેડના પ્રોપરાઇટર નવનીતભાઈ ડાહ્યાલાલ કોન્ટ્રાક્ટર,હસમુખભાઈ કોન્ટ્રાક્ટર,સુરેશભાઈ પ્રજાપતિ, રમેશભાઈ બેન્કર,અમેરિકા સ્થિત પ્રેમીલાબેન મહેશભાઈસ્વામી,ચેતનાબેન વિવેકભાઈ સ્વામી,ચંદ્રેશભાઈ સ્વામી સહિત ના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
સ્વામી પરિવારના કુળદેવી શ્રી સમેરા માતાજી મંદિર ની પ્રથમ વર્ષ ગાઠ નિમિત્તે આયોજિત આ ધાર્મિક પ્રસંગે મંદિર પરિસરના નિર્માણમાં સહયોગી બનેલા દાતા પરિવાર અને
સમાજ આગેવાનોનું સ્વામી પરિવારના પ્રમુખ શાંતિભાઈ સ્વામી,યશપાલભાઈ સ્વામી,ખન્નાભાઈ, વિજયભાઈ,મહેશભાઈ,કનુભાઈ સહિત શ્રી સમેરા માતાજી મંદિરના પુજારી નિતિનભાઇ દ્રારા બુકે-શાલ થી સન્માન કરી આભાર ની લાગણી વ્યકત કરી આ ધાર્મિક પ્રસંગને યાદગાર બનાવ્યો હતો.
અહેવાલ :- યશપાલ સ્વામી પાટણ..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here