બનાસકાંઠા રેન્જ, પાલનપુરના પોલીસ મહાનિરીક્ષક પરીક્ષીતા રાઠોડ અને પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક વી.કે. નાયીના માર્ગદર્શન હેઠળ, પાટણ જિલ્લામાં પ્રોહીબિશન અને જુગારની પ્રવૃત્તિઓ નેસ્તનાબૂદ કરવા માટે વિશેષ ડ્રાઇવ ચલાવવામાં આવી રહી છે. આ સૂચનાના આધારે એલ.સી.બી. પાટણના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર જે.જી. સોલંકીના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફના માણસો હારીજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા.
દરમિયાન બાતમી મળી હતી કે, રાધનપુર તરફથી ચાણસ્મા તરફ જતી સફેદ રંગની વેગનાર કાર (નંબર GJ01WH6972) ની આગળ-પાછળ ખોટી નંબર પ્લેટ લગાવીને તેમાં વિશેષ ગુપ્ત ખાના બનાવી વિદેશી દારૂની હેરાફેરી કરવામાં આવી રહી છે. આ બાતમીના આધારે હારીજ-ચાણસ્મા રોડ પર જીઓ પેટ્રોલ પંપ આગળ વોચ ગોઠવવામાં આવી હતી.
પોલીસે શંકાસ્પદ વેગનાર કારને અટકાવીને તપાસ કરતા તેમાંથી ગેરકાયદે વગર પાસ-પર્મીટનો વિદેશી દારૂની બોટલો નંગ ૪૫૩ (કિંમત રૂપિયા ૧,૩૮,૩૪૫), વેગનાર કાર (કિંમત રૂપિયા ૩,૦૦,૦૦૦), મોબાઈલ ફોન (કિંમત રૂપિયા ૫,૦૦૦) તેમજ કારમાંથી મળી આવેલ બીજી ખોટી નંબર પ્લેટ (GJ27DB8352) સહિત કુલ રૂપિયા ૪,૪૩,૩૪૫ નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ અંગે હારીજ પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબિશન એક્ટ અને બી.એન.એસ. મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.
પકડાયેલ આરોપી:
- રાજગોર ચંપકલાલ ઉર્ફે કનુભાઈ જયંતિલાલ (રહે. ડીસા શહેર મેઈન બજાર, ફુવારા સર્કલ પાસે, લાલા ચાલી, તા. ડીસા, જી. બનાસકાંઠા)
પકડવાના બાકી આરોપીઓ:
- દાનો રબારી ઉર્ફે ઉકસિંહ (રહે. સાંચોર, રાજસ્થાન – મુદ્દામાલ ભરાવનાર)
- જીલદીપસિંહ રાણા (રહે. ભોયકા ગામ, તા. લીંબડી, જી. સુરેન્દ્રનગર – મુદ્દામાલ મંગાવનાર)
કામગીરી કરનાર પોલીસ ટીમ: આ સફળ કામગીરી એલ.સી.બી. પાટણના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર જે.જી. સોલંકી, પો.સબ.ઇન્સ. શ્રી એસ.બી. સોલંકી, પો.સબ.ઇન્સ. પી.વી. ચૌધરી તેમજ એ.એસ.આઇ. જાલુભા બાલસંગજી, અ.હેડ.કોન્સ. મૌલિકકુમાર કીર્તિભાઈ, અ.હેડ.કોન્સ. ભરતજી બાબુજી, આ.પો.કો. મનુભાઈ કરશનભાઈ, અ.પો.કો. ઇન્દ્રસિંહ લાખાજી અને ડ્રા.પો.કો. જાલમસિંહ ભારૂજી સહિતના કર્મચારીઓ દ્વારા કરવામાં આવી હતી.




