પાટણ પોલીસની અનોખી પહેલ: ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશન પહોંચ્યા ૨૦૦થી વધુ ભૂલકાંઓ…

વર્ધી પાછળની વ્હાલપ : ખાખી વર્ધીધારીઓએ બાળકોને કંપાસ બોક્સ એનાયત કરી શિક્ષણને પ્રોત્સાહિત કર્યું.

સેવ-ખમણી અને સત્કાર : મુલાકાતે આવેલા વિદ્યાર્થીઓને ગરમાગરમ નાસ્તો કરાવી પોલીસે જીત્યા દિલ.

પાટણ શહેરના ઐતિહાસિક ભદ્ર વિસ્તારમાં આવેલ પાટણ શહેર ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે એક અનોખો અને ઉત્સાહભર્યો માહોલ જોવા મળ્યો હતો. પાટણ શહેરની ધીમટા પ્રાથમિક શાળાના આશરે ૨૦૦ જેટલા નાના ભૂલકાંઓ તેમજ એસ.પી.સી. (Student Police Cadet) ના વિદ્યાર્થીઓએ ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનની એક વિશેષ અને શુભેચ્છા મુલાકાત લીધી હતી.


આ મુલાકાત દરમિયાન બાળકો પોલીસની કામગીરીથી માહિતગાર થાય અને ખાખી પ્રત્યેનો તેમનો ડર દૂર થાય તેવો સુંદર પ્રયાસ કરવામાં આવ્યો હતો. પાટણ શહેર ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઈ આર. બી. ચાવડા ના વરદ હસ્તે તમામ બાળકોને અભ્યાસમાં ઉપયોગી થાય તે માટે કંપાસ બોક્સનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સાથે જ પોલીસે તમામ વિદ્યાર્થીઓને સેવ-ખમણીનો સ્વાદિષ્ટ નાસ્તો કરાવીને આ મુલાકાતને યાદગાર બનાવી દીધી હતી. પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓના આ ઉમદા અને વહાલસોયા અભિગમને કારણે સમગ્ર કાર્યક્રમ ભારે સફળ રહ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here