પાટણ નગરપાલિકાના દંડકશ્રી મનીષાબેન ચેતનકુમાર પ્રજાપતિ દ્વારા પાટણ શહેરના વોર્ડ નં. ૮, ૯ અને ૧૦ વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરવા બાબતે ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીશ્રી તથા ગૃહ રાજ્યમંત્રીશ્રી સમક્ષ લેખિત રજૂઆત કરવામાં આવી છે.
રજુઆતમાં જણાવવામાં આવ્યું છે કે પાટણ શહેરના આ વિસ્તારોમાં અતિ પૌરાણીક અને ઐતિહાસિક મંદિરો આવેલ છે, જે હિન્દુ ધર્મની આસ્થા, પરંપરા અને સાંસ્કૃતિક વારસાના મહત્વપૂર્ણ કેન્દ્રો છે. આ વિસ્તારોમાં વર્ષોથી ધાર્મિક અને સાંસ્કૃતિક પરંપરાઓનું જતન થતું આવ્યું છે તેમજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવતા રહે છે.
વધુમાં જણાવાયું છે કે નવરાત્રી મહોત્સવ, હોળી-ધુળેટી, રામ નવમી, ચૈત્રી નવરાત્રી સહિતના વિવિધ ધાર્મિક તહેવારો ભક્તિભાવપૂર્વક ઉજવાતા હોવાથી વિસ્તારની સામાજિક અને સાંસ્કૃતિક ઓળખ જળવાઈ રહી છે. હાલની લોકસાંખ્યિક અને સામાજિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સામાજિક સમરસતા, શાંતિ અને સાંસ્કૃતિક વારસાનું સંરક્ષણ જળવાઈ રહે તે માટે અશાંત ધારો લાગુ કરવાની માંગણી કરવામાં આવી છે.
શ્રી મનીષાબેન પ્રજાપતિએ રાજ્ય સરકારને જરૂરી સર્વે અને કાનૂની પ્રક્રિયા હાથ ધરી યોગ્ય નિર્ણય લેવા વિનંતી કરી છે.
સાદર,
શ્રી મનીષાબેન ચેતનકુમાર પ્રજાપતિ
(દંડકશ્રી, પાટણ નગરપાલિકા)




