
નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી મુંબઈ સંચાલિત પી.પી.જી. એકસપેરિમેન્ટલ હાઈસ્કૂલ અને શ્રી વી.આર.પટેલ ઉ.મા.શાળા પાટણ તથા ટી. એસ.આર.કૉમર્સ કોલેજ પાટણ અને એમ.એસી.સી. આઈટી. ડિપાર્ટમેન્ટ દ્વારા વિદ્યાર્થીઓને ધોરણ ૧૨ બાદ સામાન્ય પ્રવાહમાં વાણિજય શાખા અને એમ.એસ.સી. આઈટી. જેવા ફિલ્ડમાં રહેલી તકો વિશેની માહિતી મળે તથા જીકાસ પોર્ટલની શું આવશ્યકતા અને રજીસ્ટ્રેશન કરવાની કામગીરી સહિત માર્ગદર્શન મળી રહે તે હેતુસર ખુબ સુંદર સેમિનારનું આયોજન કરવામાં આવેલ. આ સેમિનારમાં | ખાસ કરીને વાણિજ્ય શાખામાં રહેલી ભવિષ્યની ઉજવળ તકો વિષય પર કોમર્સ કોલેજના પ્રો. પિનાકીન ખૂબ સુંદર મજાનું માર્ગદર્શન પૂરું પાડ્યું હતું અને ઝીણવટ પૂર્વક વાણિજ્ય શાખા ની વિસ્તૃત માહિતી આપી હતી. ધોરણ ૧૨ પછીના તમામ અભ્યાસક્રમો વિશેની માહિતી પણ આપવામાં આવી હતી. તથા ઍમઍસસી આઈટી જેવા ક્ષેત્રમાં આવનારા ભવિષ્યમાં પોતાની ઉજવળ કારકિર્દી બનાવવા બાળકોને એમ.એસ.સી.આઇટી ના આચાર્ય મૌનીશ પટેલે આહવાન કરેલ ભવિષ્યમાં એમએસ સી.આઈ ટી ની જરૂરિયાત અને તેના લીધે કઈ તકો રહેલી છે તેનું સુંદર માર્ગદર્શન પૂરું પાડયું હતું. શાળાના ઈ. આચાર્ય ડો. ઝુઝારસિંગ સોઢા, સુપરવાઈઝર શ્રી ગમનભાઈ સુથાર શાળા કોર્ડીનેટર યોગેશભાઈ પટેલ સહિત શાળાના ઉત્સાહી શિક્ષકશ્રીઓ ઉપસ્થિત રહી ધોરણ ૧૨ ના 325 જેટલા વિદ્યાર્થીઓને ભવિષ્યમાં પોતાની કારકિર્દી ઘડવા માટેની પાયાની માહિતી સાથે વ્યક્તિગત પસંદગીના ક્ષેત્રો અંગે ઊંડાણપૂર્વક માહિતી આપેલ. ડૉ . સોઢાએ વિધાર્થીઓને પોતાની પસંદગીની શાખામાં આગળ ધપવા માટે આહ્વાન કરેલ. શાળાના તમામ વિદ્યાર્થીઓને એનજીઈએસ કેમ્પ્સના સંચાલકશ્રી ડૉ. જય ધ્રુવ સાહેબે સમગ્ર મેનેજમેન્ટ અને શાળા પરિવાર વતી ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છા પાઠવી હતી…




