વીરમાયા સેના પાટણ દ્વારા ૧૧ ગામોની વણકર સમાજની ૫૮ દિકરીઓને સર્વાઇકલ રસીનો બીજો ડોઝ અપાયો..

પાટણ તા. ૧૯
આંતરરાષ્ટ્રીય રસીકરણ દિવસ અંતર્ગત વીરમાયા સેના પાટણ દ્વારા ૧૩૫ પાટણવાડા વણકર સમાજના ૧૧ ગામોની દિકરીઓને વિનામૂલ્યે સર્વાઈકલ કેન્સર પ્રતિ
રોધક રસીકરણનો બીજો ડોઝ આપવાનો કાર્યક્રમ પાટણના હાંસાપુર સ્થિત વણકર સમાજ વાડી ખાતે યોજવામાં આવ્યો હતો. જેમાં ૧૮ થી ૨૯ વર્ષની ઉંમર સુધીની કુલ ૫૮ દિકરીઓને વિનામુલ્યે રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો હતો.
વિરમાયા સેના પાટણ આયોજિત આ નિઃશુલ્ક સર્વાઈકલ કેન્સર પ્રતિરોધક રસીકરણ કાર્યક્રમના આયોજનને સમાજના પરિવારજનો સહિત સમાજની દિકરીઓએ આવકારી આવું સુંદર આયોજન કરવા બદલ આયોજકો પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી. આ સર્વાઈકલ કેન્સર પ્રતિરોધક રસીકરણ કાર્યક્રમમાં સમાજના દાતા ગંગાબેન કાંતીભાઇ સોલંકી (ફિંચાલ),ડો. કે.પી.સુતરીયા (બાલીસણા) તેમજ વિરમાયા સેના પાટણના મનિષભાઈ સોલંકી,મહેન્દ્રભાઈ પરમાર,અનિલભાઈ પરમાર, જયેશભાઈ મકવાણા,ઉત્તમભાઈ પરમાર, વિજયભાઈ સોલંકી,મનહરભાઈ સરપંચ,રમેશભાઈ સોલંકી, અનિતાબેન, મીનાબેન સહિત સમાજ આગેવાનો,કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
વીરમાયા સેના પાટણ દ્રારા આગામી સમયમાં ૧૩૫ પાટણવાડા વણકર સમાજના પાટણમાં રહેતા તમામ ૭ મહોલ્લાના સમાજ બંધુઓ અને સોસાયટીઓમાં રહેતા વણકર સમાજના પરિવારોની દિકરીઓને વિનામૂલ્યે સર્વાઇકલ કેન્સર પ્રતિરોધક રસીકરણ કાર્યક્રમમાં આવરી લેવા માટે આયોજન વિચારવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here