રમેશ ભાઈ ઠક્કરે તેમના સ્વર્ગસ્થ પુત્ર દર્શિલ ના જન્મદિવસે ખોડાણા પ્રાથમિક શાળામાં શૈક્ષણિક કીટનું વિતરણ કર્યું

ખોડાણા પ્રાથમિક શાળા,તાલુકો સરસ્વતી, જિલ્લો પાટણમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા અને મારવાડી લોહાણા સમાજનું ગૌરવ એવા રમેશકુમાર પ્રહલાદજી ઠક્કર કે, જે સમાજસેવાનો એક પર્યાય છે. જ્યાં જ્યાં સમાજસેવા હોય ત્યાં રમેશકુમાર પ્રહલાદજી ઠક્કર હાજર હોય જ છે. આવા 108 જેવા સમાજસેવક રમેશકુમાર પ્રહલાદજી ઠક્કર એ તેમની શાળા ના વિકાસ માટે તથા શાળાના વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે ખૂબ સંનિષ્ઠ પ્રયત્નો કર્યા છે. તેમણે પોતાના ગામના વિદ્યાર્થીઓને સારું શિક્ષણ તો આપ્યું જ છે સાથે સાથે મધ્યમ અને ગરીબ વર્ગના જરૂરીયાત વાળા વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક કીટ આપીને કે અન્ય રીતે પણ આર્થિક મદદ કરી છે. તેમણે આજરોજ તારીખ 18/3/2025 ના રોજ તેમના સ્વર્ગસ્થ પુત્ર દર્શિલના જન્મદિવસ નિમિત્તે ખોડાણા પ્રાથમિક શાળામાં બાલવાટિકા, ધોરણ-1, ધોરણ -2 ના તમામ બાળકોને પાણીની બોટલ તથા ધોરણ -3 થી 8 સુધીના તમામ બાળકોને પેડ પાટીયા નું વિતરણ કરેલ છે.
તેમની આ આદર્શ પ્રવૃતિ ને કારણે અન્યોને પણ પ્રોત્સાહન અને પ્રેરણા મળશે. શાળાના તમામ સ્ટાફે રમેશભાઈનો આભાર માની તેઓ સતત સમાજસેવામાં અગ્રેસર રહે તેવી જલારામ બાપાને પ્રાર્થના કરી હતી…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here