સનાતન સંસ્કૃતિને અનુરૂપ પોતાના 15 મા જન્મદિવસ ની ઉજવણી કરતો ચિ.જયવીર સ્વામી..

પરિવારજનો દ્વારા જન્મ દિવસ ની ઝાકમઝોળ ઉજવણી કરવાને બદલે ગાયત્રી યજ્ઞ સાથે પૂજન નો ધાર્મિક પ્રસંગ ઉજવ્યો…

પાટણ તા. 26
પાટણ સ્વામી પરિવારના સેવાભાવી યુવા અગ્રણી અને આશા સ્ટુડિયો ના માલિક સતિષભાઇ સ્વામી ના સુપુત્ર ચિ.જય વીર ના શનિવારે 15 મા જન્મ દિવસના મંગલમય પ્રવેશ નિમિત્તે પરિવાર
જનો દ્વારા ઝાકમઝોળ ઉજવણી કરવાને બદલે સનાતન સંસ્કૃતિ ને અનુરૂપ શ્રી ગાયત્રી યજ્ઞ અને પૂજન નો તેમના નિવાસ સ્થાને ધાર્મિક પ્રસંગ ઉજવવામાં આવ્યો હતો.
આ પવિત્ર પ્રસંગે જયવીર સ્વામી સહિત તેઓના પરિવારના સભ્યો ના યજમાન પદે પાટણ ગાયત્રી પરિવારની મહિલા સભ્યો એ ગાયત્રી મંત્રોચ્ચાર સાથે ગાયત્રી યજ્ઞ સહિત પુજા- વિધિ કરાવી ચિ. જય વીર ના તંદુરસ્ત આરોગ્ય ની કામના વ્યકત કરી હતી.
સનાતન સંસ્કૃતિ ને અનુરૂપ ચિ.જયવીર ના 15 મા જન્મ દિવસ ની ઉજવણી પ્રસંગે પરિવારના સભ્યો સહિત સોસાયટી ના રહીશોએ ઉપસ્થિત રહી ચિ.જયવીર ના જન્મ દિવસ ની શુભેચ્છાઓ પાઠવી પરિવાર દ્વારા સનાતન સંસ્કૃતિ ને અનુરૂપ જન્મ દિવસ ની ઉજવણી કરવા બદલ સરાહના કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here