કઠોર પરિશ્રમ નો કોઈ વિકલ્પ નથી હતો જો મહેનત કરશો તો ફળ ચોકકસ મળશે : દેવજીભાઈ પરમાર…

જીએસ તરીકે ચુંટાયેલ વિધાર્થી ને શાળા પરિવારે શુભેચ્છાઓ પાઠવી…

પાટણ તા. 26
પાટણ શહેરના ગોળશેરી વિસ્તારમાં આવેલ નુતન વિનય મંદિર ઉચ્ચતર – માધ્યમિક શાળા ખાતે શનિવારે જીએસ ની ચૂંટણી યોજવામાં આવી હતી જેમાં શાળાના ત્રણ વિધાર્થીઓએ ઉમેદવારી નોંધાવી હતી.જેમા ઠાકોર આશિષ અમરસિંહ ભાઈ ને 136 મત, ભીલ પ્રેમ નવીનભાઈ ને 51 મત અને ઠાકોર યશ મહેશજી ને 15 મત મળ્યા હતા જયારે 3 મત નોટા અને 11 મત રદ થતાં શાળાના જીએસ તરીકે ઠાકોર આશિષ અમરસિંહ ભાઈ ને વિજેતા ધોષિત કરતા શાળાના વિદ્યાર્થીઓ સહિત સ્ટાફ પરિવારે તેમના વિજય ને વધાવી શુભેચ્છાઓ પાઠવી હતી.
આ પ્રસંગે ઉપસ્થિત રહેલા શાળા સંચાલક દેવજીભાઈ પરમારે પોતાના વિધાર્થી કાળના સંસ્મરણો ને વાગોળી જીએસ તરીકે વિજેતા બનેલા વિધાર્થીને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે કઠોર પરિશ્રમ નો કોઈ વિકલ્પ નથી હતો જો મહેનત કરશો તો એનું ફળ ચોક્કસ મળતું હોય છે.
નુતન વિનય મંદિર શાળા ખાતે આયોજિત જીએસ ની ચૂંટણી ને સફળ બનાવવા શાળા પરિવાર સહિત વિધાર્થીઓએ જહેમત ઉઠાવી હતી.
અહેવાલ : યશપાલ સ્વામી પાટણ..



