સાંતલપુર ના પર ગામે વરસાદમા ફસાયેલા ૬ વ્યક્તિઓને SDRF ની ટીમે રેસ્ક્યુ કરી બહાર કાઢ્યા…

પાટણ તા. ૯
સાંતલપુર તાલુકાના પર ગામ માં છેલ્લા કેટલાક દિવસોથી સતત વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ગામમાં પાણી ભરાઈ જતાં 6 વ્યક્તિઓ ગઈકાલથી ફસાયેલા હતા. તેમને બચાવવા માટે ગઈકાલે રાત્રે સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (SDRF)ની ટીમ પહોંચી હતી. પરંતુ અંધારું અને વરસાદને કારણે રાત્રે બચાવ કામગીરી શક્ય બની નહોતી.
પરંતુ મંગળવારે સવારે હવામાન સામાન્ય થતાં SDRFની ટીમે ફરીથી બચાવ કામગીરી શરૂ કરી. સતત પ્રયાસો બાદ ટીમે ફસાયેલા તમામ 6 વ્યક્તિઓને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. આ સફળ રેસ્ક્યુ ઓપરેશનથી સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લઇ ટીમ નો આભાર વ્યક્ત કર્યો હતો.
અહેવાલ :- યશપાલ સ્વામી પાટણ..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here