હારીજ શહેર ની ઘરફોડ ચોરીનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલતી પાટણ એલસીબી…

ચોરી માટે ઉપયોગ મા લેવાયેલ ગાડી સહિત બે ઇસમોને રૂ.૧,પર,૦૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપ્યા…

પાટણ તા. ૧૩
હારીજ શહેર ની ઘરફોડ ચોરીનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલી પાટણ એલસીબી ટીમે ચોરી માટે ઉપયોગ મા લેવાયેલ ગાડી સહિત બે ઇસમોને રૂ.૧,પર,૦૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
આ બાબતે પોલીસ સુત્રો તરફથી મળતી માહિતી મુજબ ગતરોજ હારીજ શહેર ખાતે બસ સ્ટેશન પાસે આવેલ દુકાનોના શટર તોડી રોકડ રકમ રૂ.૫૨,૦૦૦ ની થયેલ ચોરીની ધટના ને અંજામ અજાણ્યા ચોર ઇસમોએ આપ્યો હોવાની હારીજ પોલીસ મથકે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી જે ચોરીના ગુના સહિત જિલ્લામાં વણ શોધાયેલ ગુનાઓ ના ભેદ ઉકેલવા પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક વી.કે.નાયી નાઓએ પાટણ એલ.સી.બી.પાટણને સુચના કરતાં પોલીસ ઇન્સ્પેકટર આર.જી.ઉનાગર પાટણના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફના માણસો દ્રારા અલગ અલગ ટીમો બનાવી ગુનો શોધી કાઢવા ટેકનિકલ તથા સી.સી.ટી.વી કેમેરા તથા હયુમન સોર્સ દ્રારા તપાસ કરતાં બાતમી હકિકત આધારે ઉપરોક્ત ગુનાના કામે ચોરી કરનાર ઇસમો (૧) ચિરાગભાઇ બાબુભાઇ મિસ્ત્રી ઉ.વ.ર૯ રહે.મંડાલી તા.બેચરાજી જી.મહેસાણા (૨) દેવ રાજુભાઇ મિસ્ત્રી ઉવ.ર૧ હાલ રહે. રહે.મંડાલી તા.બેચરાજી જી.મહેસા
ણા મુળ રહે. નંદાસણ પાટડી નગર પોલીસ સ્ટેશન પાછળ તા.કડી જી.મહેસાણા પોતાની વેગનાર ગાડી નંબર જીજે.૨૪.એ.૩૧૬૪ ની સાથે હારીજ થી ચાણસ્મા જતા રોડ ઉપર આવેલ નાયરા પેટ્રોલપંપ આગળ રોડની સાઇડમાથી મળી આવતા તેઓની ખંત પુર્વક યુક્તિ પ્રયુક્તિથી પુછપરછ કરતા બંન્ને ઇસમોએ ગુનાની કબુલાત કરતા ટીમે બન્ને ઇસમો પાસે થી રોકડ રકમ રૂ.૫૨,૦૦૦ તથા વેગનાર ગાડી કિ.રૂ.૧,૦૦,૦૦૦ મળી કુલ રૂ.૧,૫૨,૦૦૦ નો મુદ્દામાલ કબ્જે કરી બંન્ને આરોપીઓને હારીજ મુકામે અટક કરી આરોપી તથા કબ્જે કરેલ મુદ્દામાલ હારીજ પોલીસ સ્ટેશન ખાતે સોપવામા આવતાં આગળ ની તપાસ હારીજ પોલીસે હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here