પાટણ તા. ૧૪
પાટણ આરટીઓ કચેરીમાં ડ્રાઇવિંગ લાયસન્સ માટેના વિભાગમાં નોંધણી માટેના ઓનલાઈન સોફ્ટવેરમાં કોઈ ટેકનીકલ ક્ષતિને લઈ કામગીરીખોરવાતા નવા અને રિન્યૂ લાઈસન્સ માટે આવેલા ૨૦૦ થી વધુ વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
ઓનલાઈન સોફ્ટવેરમાં ટેક્નિકલ પ્રોબ્લેમ લગભગ બે કલાક સુધી રહેતા કામગીરી અટકી ગઈ હતી.જોકે બપોર બાદ ફરી સિસ્ટમ રાબેતા મુજબ ચાલુ થતાં એન્ટ્રી પ્રક્રિયા શરૂ થઈ હતી. ત્યારબાદ ટુ-વ્હીલર, ફોર-વ્હીલર તેમજ હેવી વાહનના ટેસ્ટ આપનાર અરજદારોની કાર્યવાહી ધીમે ધીમે શરૂ કરવામાં આવી હતી.
અહેવાલ :- યશપાલ સ્વામી પાટણ..
Home Uncategorized પાટણ આરટીઓ કચેરીમાં સૉફ્ટવેર ખોરવાતાં ટેસ્ટ માટે અરજદારોને બે કલાક સુધી વિલાવુ...



