પાટણ શહેરમાં સેવાકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલ ‘રક્ત પ્રયાસ’ ટીમ અને એસ.કે.બ્લડ બેંક થેલેસેમીયાના દર્દીની વહારે…

થેલેસેમીયાના દર્દીની મદદરૂપ બનવા અમારી ટીમ હંમેશા તત્પર – નૈતિકભાઈ પટેલ

રાજ્ય સરકાર દ્વારા થેલેસેમીયાના દર્દીઓને જરૂર પડે ઝડપભેર સ્થાનિક બ્લડબેંકો માથી સરળતાથી ‘ઓ ‘ પોઝીટીવ ગ્રુપના બ્લડની બોટલ મળી રહે તે માટે રાજ્યના તમામ જીલ્લાની બ્લડબેંકોને સૂચન કરવામાં આવ્યુ છે તેમ છતા આવી બ્લડબેંકો માંથી થેલેસેમીયાના દર્દીઓને ‘ઓ’ પોઝીટીવ બ્લડ મેળવવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે. ત્યારે આવોજ એક કિસ્સો પાટણમાં બનવા પામ્યો છે જે મુજબ મુજબ પાટણ શહેરમાં એક પાંચ વર્ષીય બાળક વિવેક પોપટભાઈ ભરવાડ છેલ્લા ઘણા સમયથી થેલેસેમીયાના રોગ થી પીડાતો હતો ત્યારે આ બળકને ડોક્ટરની સલાહ મુજબ થેલેસેમીયા રોગ ઉપર નિયંત્રણ મેળવવા તાત્કાલિક ‘ઓ’ પોઝીટીવ બ્લડ ની જરૂરીયાત  હતી ત્યારે આ પાંચ વર્ષીય બાળકના પિતા પોપટભાઈ ભરવાડ પાટણની વિવિદ્ય બ્લડબેંકોમાં ‘ઓ’ પોઝીટીવ બ્લડ મેળવવા ફર્યા હતા તેમજ ઘણા પ્રયત્નો કરવા છતાં બ્લડની બોટલ બ્લડબેંકો દ્વારા આપવામાં આવી નહતી કે મળી ના હતી ત્યારે પાંચ વર્ષના બાળક થેલેસેમીયાના રોગથી પીડાતા વિવેકના પિતા બોટલ ન મળતા દુખી થઈ ગયા હતા ત્યારે વિવકેના પિતાએ પાટણ શહેરમાં સેવાકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલ ‘રક્ત પ્રયાસ’ ટીમનો સંપર્ક કરતા જ  તાત્કાલિક અસરથી પાટણ શહેરની એસ.કે. બ્લડ બેંકમાંથી થેલેસેમીયાના રોગ માટે ‘ઓ’ પોઝીટીવ બ્લડગૃપની બોટલ મળી ગઈ હતી. ત્યારે પાટણ શહેરની એસ. કે. બ્લડબેંકના નૈતિકભાઈ પટેલ દ્વારા તેઓ અને તેઓની ટીમ આવા દર્દીઓની સેવા માટે હરહંમેશ  તત્પર હોવાનુ જણાવ્યુ હતું…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here