
પાટણ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટ ની સામે “લો” એસોસીયેટ ઓફિસનો કરાયો પ્રારંભ.
પાટણ વકીલ મિત્રો સ્નેહીજનોએ શુભેચ્છાઓ પાઠવી.

પાટણ શહેરના નવજીવન ચાર રસ્તા નજીક પાટણ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટ ની સામે આવેલ કૃષ્ણમ પ્લાઝા માં આજે લો એસોસિયેટ ઓફિસનું દબદબાભેર ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
કાયદાની ઓફિસ એટલે પ્રજાને કાયદાથી અજ્ઞાનતા દૂર કરી સાચી દિશામાં માર્ગદર્શન આપવું.
ભારતના બંધારણ મુજબ કાયદાની અમલવારી અદાલતો દ્વારા કરવામાં આવે છે ત્યારે સમાજમાં બનતી રોજબરોજની ઘટનાઓના અનેક પ્રશ્નોનું નિરાકરણ કાયદાના માધ્યમ દ્વારા લાવવામાં આવે છે અને તેની કામગીરી લો એસોસીયેટ ઓફિસ દ્વારા લાવવામાં આવે છે.
જ્યારે આજે પાટણ શહેરની ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટ સામે આવેલા કૃષ્ણમ પ્લાઝામાં લો એસોસિયેટ ઓફિસના શુભારંભ પ્રસંગે પાટણ જિલ્લા સરકારી વકીલ
શ્રી શૈલેષભાઈ એચ ઠક્કર, સરકારી વકીલ
કૈલાશની રાઠોડ, તેમજ ઇન્ડિયન એસોસીએશન ઓફ લોયર્સ ગુજરાત પ્રેસિડેન્ટ એડવોકેટ શ્રી નટવરલાલ બી. શાહ, અને પાટણ ફતેસિંહરાવ લાઇબ્રેરી પ્રેસિડેન્ટ ડોક્ટર શૈલેષભાઈ બી સોમપુરા, અને પાટણ વેપારી એસોસિયેશન પ્રમુખ મહાસુખ ભાઈ મોદી, ઉપસ્થિત રહી દિલીપભાઈ ઓઝા ને શુભેચ્છાઓ પાઠવી હતી.
આ પ્રસંગે સ્પે.પી.પી. તેમજ પૂર્વ સરકારી વકીલ મિતેશભાઇ ડી. પંડ્યા ખાસ ઉપસ્થિત રહી શુભેચ્છા પાઠવી હતી પાટણના ધારાસભ્ય ડો. કિરીટભાઈ પટેલે ટેલીફોનિક શુભેચ્છાઓ પાઠવી હતી.
પાટણ જિલ્લા સરકારી વકીલ શૈલેષભાઈ ઠાકર તેમજ નટવરલાલ બી શાહે પ્રજાના પ્રશ્નોને વાંચા આપતા પ્રશ્નોને મદદરૂપ થઈ શકાય તેવા પ્રયત્નો હાથ ધરવા જણાવ્યું હતું. જ્યારે આ પ્રસંગે મોટી સંખ્યામાં વકીલો મિત્રો, પત્રકારો સ્નેહીજનો ઉપસ્થિત રહીને શુભેચ્છાઓ પાઠવી હતી ………!



