ગૃહવિભાગના જાહેરનામાને ધોરી ને પી જનારા મકાન માલિકો વિરુદ્ધ પણ કાયદેસર પગલા ભરવા સ્થાનિકોની માંગ…
રાજ્યના ગૃહ વિભાગ દ્વારા પરપ્રાંતીય લોકોની પૂછપરછ કરી શંકાસ્પદ લોકોને તેમના વતન પરત મોકલી આપવાની મોહિમ હાથ ધરાઈ છે ત્યારે પાટણમાં પણ કેટલાક મહોલ્લા પોળો માં પરપ્રાંતિય લોકો ભાડે મકાન રાખી રહેતા જોવા મળી રહ્યા છે ત્યારે સ્થાનિક પોલીસ દ્વારા તેમની પૂછપરછ કરાય અને તેમના ડોક્યુમેન્ટ તપાસી શંકાસ્પદ લોકો સામે પગલા ભરવામાં આવે તેવી લોક માંગ ઊઠવા પામી છે.
ગુજરાત સરકાર ગૃહવિભાગનું જાહેરનામું હોવા છતાં કોઈપણ જાતનો ભાડા કરાર કર્યા વગર અને સ્થાનીક પોલીસ સ્ટેશનમાં તેની જાણ અને નોંધ કરાવ્યા વગર કેટલાયે પરપ્રાંતીય લોકો પાટણ માં વસવાટ કરી રહ્યા છે જેમા કેટલાક વિસ્તારો માં તો આ પરપ્રાંતિય માથાભારે લોકો સ્થાનિક લોકો સાથે સતત ઘર્ષણમાં આવતા દાદાગીરીઓ કરતા પણ જોવા મળી રહ્યા છે ત્યારે પાટણ પોલીસ દ્વારા આવા પરપ્રાંતીય લોકો અને ભાડા કરાર અને પોલીસ ને જાણ કર્યા વગર પરપ્રાંતીય લોકોને મકાન ભાડે આપી સરકારના જાહેર ના ભંગ કરનાર મકાનમાલિક વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી જે તે વિસ્તાર ના સ્થાનિક રહીશો ની માંગ ઉઠવા પામી છે. ત્યારે સ્થાનિક પોલીસ દ્વારા સત્વરે આ બાબતે પગલા ભરાય તો ગુજરાત અને પાટણની શાંતિ ડહોળાય નહી અને સાચા અર્થમાં સુરક્ષિત ગુજરાતનું કથન શાકાર થાય.



