પાટણ પંથકનું ગૌરવ કનૅલ નિતિન જોષી ને ગોરખા રેજિમેન્ટ કેન્દ્રના પ્રશિક્ષણ અધિકારી તરીકે નો ભાર સોંપાયો.

પાટણ તા.૯
ગુજરાતના મિલખા સિંગનું બિરૂદ મેળવનાર અને આઈસમેન તેમજ આયૅન મેન તરીકે નો ગ્રિનિઝ બુક એવોર્ડ પ્રાપ્ત કરનાર પાટણ પંથકના નાના એવા સરીયદ ગામના વતની અને દેશ સેવા કાજે સમર્પિત કનૅલ નિતિન જોષી એ ગયા ખાતે આર્મી અધિકારી
ઓને તૈયાર કરવા માટે ની આપેલી પ્રસંસનીય સેવાઓ ને ધ્યાનમાં રાખીને તાજેતરમાં તેઓને દેશના જાંબાજ અને બહાદુર એવા ગોરખા રેજિમેન્ટ આસિસ્ટન્ટ કેન્દ્ર ના શારિરીક પ્રશિક્ષણ
અધિકારી તરીકે ની મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે કનૅલ નિતિન જોષી ભારતીય થલ સેનાના સમગ્ર ઈતિહાસ માં પ્રથમ ગુજરાતી શારિરીક પ્રશિક્ષણ અધિકારી છે.
હાલમાં ભારત-પાકિસ્તાન વચ્ચે યુધ્ધ ના ભણકારા વાગી રહ્યા છે ત્યારે પાટણના પનોતા પુત્ર અને દેશ સેવા માટે પોતાનું બલિદાન આપવા હંમેશાં તત્પર રહેતાં કનૅલ નિતિન જોષી ને દેશના જાંબાજ અને બહાદુર એવા ગોરખા રેજિમેન્ટ પ્રશિક્ષણ કેન્દ્ર ના શારિરીક પ્રશિક્ષણ અધિકારી તરીકે ની મહત્વ ની જવાબદારી સોંપવામાં આવતાં તેઓએ પોતાની જાતને ગૌરવશાળી ગણાવી સમગ્ર વિશ્વમાં પોતાના માદરે વતન સહિત ભારત દેશનું નામ રોશન કરવાની ખેવના વ્યક્ત કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here