પાટણના શ્રી રામનામ અન્નક્ષેત્રમાં ભોજન માટે આવતા ભિક્ષુકોએ કેરી નો રસાસ્વાદ માણ્યો..

જુનાગંજ અનાજ બજાર એસોસિયેશન ના પ્રમુખે પોતાના માતા-પિતા ની પૂણ્ય યાદમાં સેવા કાયૅ કરી આનંદ ની અનુભૂતિ કરી..

પાટણ તા.૨૧
પાટણમાં અનેક સેવાકીય સંસ્થાઓ દ્વારા જરૂરિયાત મંદોને પ્રસંગો પાત મિષ્ટ ભોજન પીરસવામાં આવતું હોય છે. ત્યારે ઉનાળાની સિઝનમાં જરૂરિયાત મંદો લોકો કેરીનો રસાસ્વાદ માણી શકે તેવા હેતુસર દર ઉનાળાની સિઝનમાં પાટણ જુનાગંજ અનાજ બજાર એસોસિયેશન ના પ્રમુખ મહાસુખભાઈ મોદી દ્વારા પોતાના માતા-પિતા ની પુણ્ય યાદમાં શહેરના બદ્રીદાસ ની વાડીમાં કાર્યરત શ્રીરામનામ અન્ન ક્ષેત્રમાં ભોજન માટે આવતા જરૂરિયાત મંદ લોકો તેમજ ભિક્ષુકોને જુનાગઢના તલાલા ગીર
ની કેરી નો રસાસ્વાદ ચખાડવામાં આવ્યો હતો.તેઓએ બે દિવસમાં શ્રી રામનામ અન્નક્ષેત્રમાં ભોજન માટે આવેલા લોકો ને અંદાજીત ૫૦ થી વધુ કિલો કેરી જમાડી કેરીનો રસાસ્વાદ ચખાડી આનંદ ની અનુભૂતિ વ્યક્ત કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here