31 મેં સુધી પાટણ સરસ્વતી તાલુકા મામલતદાર કચેરી હયાતીની ખરાઈ કરાવવી ફરજીયાત.

પાટણ જિલ્લા અને પાટણ સરસ્વતી તાલુકામાં વિધવા સહાય મેળવતી બહેનો માટે હયાતીનો ખરાઈ ની કામગીરી શરૂ કરવામાં આવી છે પાટણ સરસ્વતી તાલુકાના સેવા સદન મામલતદાર કચેરી ખાતે પ્રથમ માળે સમાજ સુરક્ષા શાખામાં હાલના તબક્કે કામગીરી ચાલી રહી છે.
વિધવા સહાય મેળવતી બહેનોએ તારીખ 31 મેં સુધીમાં પોતાની હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત છે આ માટે લાભાર્થી બહેનોએ પાટણ સરસ્વતી તાલુકાના સેવા સદન મામલતદાર કચેરીના કામકાજના સમય દરમિયાન રૂબરૂ આવવાનું રહેશે.
લાભાર્થી બહેનોએ પોતાની સાથે બેંક અથવા પોસ્ટ ઓફિસની પાસબુક ક્યાં વિધવા સહાયની રકમ જમા થતી હોય તેવી બેંકના અથવા પોસ્ટના પુરાવા આધારકાર્ડ અને પાસપોર્ટ સાઇઝનો ફોટો લાવવાનો રહેશે જ્યારે આ તમામ દસ્તાવેજો પાટણ સરસ્વતી તાલુકા સેવાસદન મામલતદાર કચેરીમાં જમા કરાવવાના રહેશે તેવું અત્રેની પાટણ સરસ્વતી સેવા સદન મામલતદાર કચેરી ના મહેસુલ વિભાગના નાયબ મામલતદાર પી.બી. ડાભીએ જણાવ્યું હતું……….!




