રોટરી ક્લબ પાટણ અને જિલ્લા પોલીસ દ્વારા મેન્સ્ટ્રુઅલ હાઇજીન ડે ની ઉજવણી કરવામાં આવી.

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન હોલ ખાતે ગતરોજ મેન્સ્ટ્રુઅલ હાઇજીન દિવસની ઉજવણી ના ભાગરૂપે રોટરી ક્લબ પાટણ અને જિલ્લા પોલીસ પાટણ દ્વારા અવેરનેશ ની સાથે સાથે મહિલા પોલીસને મેન્સ્ટ્રુઅલ કપ આપવાનો કાર્યક્રમ મહિલા પીઆઇભટ્ટ ,પીઆઇ બીપી મેણાત ,પીઆઇ મોડીયા ની વિશેષ ઉપસ્થિતિ માં યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ઉપસ્થિત ડો નૈસર્ગીબેન પટેલ દ્વારા વિષય અનુરૂપ વિસ્તૃત જાણકારી ની સાથે મેન્સ્ટ્રુઅલ કપ થી મહિલાઓને શારીરિક ફાયદા અને લાંબા ગાળે થનારા આર્થિક ફાયદાની જાણકારી આપવામાં આવી હતી.પ્રશ્નોત્તરી દરમિયાન મહિલા પોલીસ દ્વારા સહભાગી બની કાર્ય
ક્રમને રસપ્રદ બનાવવામાં આવ્યો હતો.
કાર્યક્રમના કોઓર્ડીનેટર રો.બાબુભાઈ પ્રજાપતિ દ્વારા અમદાવાદની સોલીટાયર રોટરી ક્લબના પ્રોજેક્ટ તરીકે આ મેન્સ્ટ્રુ
અલ કપ પ્રોજેક્ટમાં ઓમ્ની લેન્સ પ્રાઇવેટ લિ કંપનીના સીઈઓ.ડાયરેકટર રવિ શ્રીવાસ્તવના પ્રયાસથી રોટરીને એક કરોડ જેટલી રકમનું દાન મળ્યું હોવાનું જણાવી એ અંતર્ગત ભારતીય માર્કેટ
માં ઉપલબ્ધ નથી પરંતુ જર્મની કંપની ના અને યુરોપના માર્કેટમાં 2700 રુપિયા ની એક એવી કિંમતમાં મળતા એવા 200 ઉપરાંત કપ આજે પાટણ મહિલા પોલીસને વિતરણ કરવામાં આવ્યા
હોવાનું તેઓએ જણાવ્યું હતુ.
કાયદો અને વ્યવસ્થાની સાથે પોલીસ કર્મચારી ના આરોગ્ય માટે આ કાર્યક્રમમાં જિલ્લા પોલીસ વડાનો લાગણીશીલ અભિગમ સરાહનીય રહ્યો હતો.

અહેવાલ :- યશપાલ સ્વામી પાટણ..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here