ઠાકોર સમાજના ભામાશા સહિત દાતાઓએ દાનની સરવાણી વહાવી…


પાટણ સમીપ આવેલા પ્રસિધ્ધ યાત્રાધામ સમા નોરતા ધામના સંત શિરોમણી પરમ પૂજ્ય શ્રી દોલતરામ બાપુ અને પરમ પૂજ્ય શ્રી વિશ્વભારતીજીના શુભ સંકલ્પ અને આશીર્વાદ સાથે રાજસ્થાનના રણુજા ખાતે ઉત્તર ગુજરાતના ધર્મપ્રેમી નગરજનોને શુદ્ધ-સાત્વિક અને પ્રભુ પ્રસાદ રૂપ ભોજન અને રહેવાની ઉત્તમ સગવડતા ઉપલબ્ધ બની રહે તેવા શુભ ઉદ્દેશ સાથે નિર્માણ થઈ રહેલા દોલતરામ બાપુ આશ્રમ અને સનાતન ગુજરાતી ધમૅશાળા નું ખાતમુહૂર્ત વચ્ચે ભાવિક ભકતોનો મેળાવડો યોજાયો હતો.

રણુંજા ખાતે નિમૉણ પામનાર દોલતરામ બાપુ આશ્રમ અને સનાતન ગુજરાતી ધર્મશાળા ના ભુમિપૂજન પ્રસંગે ગુજરાત ના 100 થી વધુ ગામના 5000 જેટલા સામાજિક અને રાજકીય આગેવાનો સહિતના ભક્તોએ ઉપસ્થિત રહી પૂજય દોલતરામ બાપુ અને પૂજ્ય વિશ્વભારતીજી ના આ ભગીરથ કાર્ય માં તન, મન અને ધન થી સાથ સહકાર આપવાના આશ્વાસન સાથે દાન ની સરવાણી વહાવી હતી.

આ પ્રસંગે ઠાકોર સમાજ ના ભામાશા રોહિતજી ચંદુજી ઠાકોર,ખોડાજી ઠાકોર( અમદાવાદ), પસાભાઈ પટેલ (ક્રિષ્ના મંડળ, અમદાવાદ ),રસિક ઠાકોર સાવિયાના,કાંતિજીઠાકોર (પ્રમુખ,નાસ્મેદ )સહિતના સામાજિક-રાજકીય આગેવાનો એ હાજરી આપી સૌએ આ ધાર્મિક કાર્યમાં સહભાગી બનવા અપીલ કરી 33 જ્યોતના રામાપીર મહારાજના પાઠના દર્શન- પ્રસાદનો લાભ લઇ સૌ ભકતોએ સંત શ્રી દોલતરામ બાપુ અને પરમ પૂજ્ય વિશ્વ ભારતીજીના રૂડા આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી હોવાનું પૂ.રવિરામ મહારાજે જણાવ્યું હતું.
અહેવાલ :- યશપાલ સ્વામી પાટણ..



