
પાટણમાં શિક્ષણ ક્ષેત્રે આગવી ઓળખ ધરાવતી પાયોનીયર સ્કૂલ ઓફ કોમર્સ એન્ડ આર્ટસ દ્વારા ધોરણ ૧૧ થી જ સી.એ. બનવા માટે પ્રિ -સી.એ ફાઉન્ડેશન તથા સરકારી નોકરી મેળવવા વિવિધ ક્ષેત્ર માટે GPSE & UPSE દ્વારા લેવાતી વિવિધ પરીક્ષા માટેની તૈયારી કરવામાં માટે ના વર્ગો નો સોમવારથી પ્રારંભ કરવામાં આવ્યો છે.
આ વર્ગો ના પ્રારંભ પ્રસંગે ખૂબ મોટી સંખ્યામાં વાલીઓ તથા વિદ્યાર્થીઓએ ઉપસ્થિત રહી આ કાર્યક્રમને ખૂબ ઉમળકા ભેર આવકાર્યો હતો.તો સૌ વિધાર્થીઓને કુમ કુમ તિલક કરી આવકાયૉ હતાં.
કાર્યક્રમના અંતમાં સંસ્થાના ટ્રસ્ટી વિવેકભાઈ પટેલે આ કાર્યક્રમમાં વધુમાં વધુ વિદ્યાર્થીઓ જોડાય તથા પોતાની શ્રેષ્ઠ કારકિર્દી બનાવે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.
સંસ્થાના પ્રિન્સિપાલે તમામ વાલીઓ તથા વિદ્યાર્થીઓનો કાર્યક્રમ માં ઉપસ્થિત રહેવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો.
અહેવાલ:- યશપાલ સ્વામી પાટણ..




