પાટણ ની હરી ઓમ ગૌશાળા તથા ગૌ હોસ્પિટલ ના લાભાર્થે શ્રીમદ્ ગૌ ભાગવત કથા યોજાશે..

પ. પૂ. ભાઈજી ના કંઠે યોજાનાર ગૌ ભાગવત કથા ના આયોજન માટે ૮૦ થી વધુ કમિટી કામ કરશે…

પાટણ ના અનાવાડા ખાતે બિમાર ગૌ માતા ની સેવા કરી સમગ્ર પંથકમાં જાણીતી બનેલ હરીઓમ ગૌશાળા ના લાભાર્થે આગામી પહેલી ડિસેમ્બર થી સાતમી ડિસેમ્બર સુધી અણહિલવાડ ગૌભક્તિ મહોત્સવ યોજાવાનો છે. જે અંતર્ગત ભારતના જાણીતા ભાગવત કથાકાર પૂ.પૂ.શ્રી રમેશભાઈ ઓઝા ની ભાગવત સપ્તાહ ની સાથે પ્રતિદિન વૈદિક ગૌપૂજન,માં સરસ્વતી નું પૂજન ,સુરભિ યજ્ઞ, ત્રણ રાત્રિ કુંવર બાઈ નું મામેરું તેમજ એક રાત્રિ ભવ્ય ડાયરો યોજાવા જઈ રહ્યો છે.
પાટણ માં ઘણા વર્ષો પછી શ્રી ભાઈજી ની કથા થવા જઈ રહી છે અને એ પણ બીમાર ગૌ માતા ની હોસ્પિટલ અને ગૌશાળાને જાણીતી ગૌશાળાઓની સમકક્ષ લઈ જવામાં કોઈ કસર બાકી રહે નહીં એટલા માટે છેલ્લા કેટલાક દિવસોથી સતત નાની મોટી બેઠકો યોજાઈ રહી છે જેના ભાગરૂપ રવિવારે બ્રહ્મચારી પ.પૂ.મુકુદપ્રકાશજી મહારાજ ના આશીર્વાદ અને પ્રેરણા માર્ગદર્શન સાથે હરીઓમ ગૌશાળા ખાતે આયોજન બેઠક યોજાઇ હતી.
બેઠકમાં વિવિધ બાવન સમિતિઓ તથા પેટા સમિતિઓ મળી કુલ ૮૫ જેટલી સમિતિઓમાં પાટણ અને આજુબાજુના ગામો માંથી ઉપસ્થિત ગૌ ભક્તોએ પોતાની ગૌ માતા પ્રત્યે સમર્પણ ભાવ બતાવી પોતાનું નામ સમિતિઓ માં લખાવ્યું હતું.
આગામી દિવસોમાં આ સમિતિઓ વિસ્તૃત બનશે તથા પાટણ ની વિવિધ એન.જી.ઓ.,મહિલા મંડળો, યુવક મંડળો, સામાજિક અને રાજકીય અગ્રણીઓ,વરિષ્ઠ નાગ
રિકો,મહાનુભાવો, સંસ્થાઓ વગેરે ની વ્યાપક બેઠકો થશે.
આ બનાવેલી સમિતિઓમાં ખાસ કરીને કથા નો વ્યાપક પ્રમાણમાં પ્રચાર પ્રસાર થાય એ માટે ગૌ રથો સાથે પાટણ જિલ્લાના તમામ ગામોમાં અને બનાસકાંઠા, મહેસાણા જિલ્લામાં પણ નજીકના ગામોમાં પ્રચાર પ્રસાર થાય એનું આયોજન કરવામાં આવ્યું હતું. બેનરો, હોલ્ડિંગો, કમાનો સહિત સુશોભન અને સમગ્ર ગુજરાતમાંથી કથા નું શ્રવણ કરનાર ગૌ અને ભાગવત ભક્તો ની સમગ્રપણે આગતા સ્વાગતા અને કોઈ તકલીફ પડે નહીં એ માટે નું આયોજન કરવામાં આવ્યું છે.
બેઠકમાં પ.પૂ. મુકુંદ પ્રકાશજી મહારાજે જણાવ્યું હતું કે આવનારા વર્ષોમાં પાટણની આ ગૌશાળા સમગ્ર ગુજરાત
માં બિમાર ગાયો ની સેવા કરનાર ગૌશાળા તરીકે આગવી ઓળખ ઉભી કરનાર ગૌશાળા બની રહેશે કારણ કે પાટણના સૌ શ્રેષ્ઠીઓ અને ગૌ ભક્તોએ અભૂતપૂર્વ ઉત્સાહ બતાવ્યો છે ત્યારે વર્તમાન સમયમાં પણ ગૌ
શાળા નો ખર્ચ ગૌ પ્રેમી સજ્જનોની સક્રિયતા થી થાય છે એમાં ક્યારેય કોઈ મુશ્કેલીઓ પડી નથી એમણે જણાવ્યું હતું કે બિમાર ગાયો માટે વિશાળ હોસ્પિટલ નિર્માણ થઈ રહી છે જેના ભવ્ય ડોમ નું નિર્માણ અંતિમ ચરણમાં છે ત્યારે આ કથા હોસ્પિટલના સંચાલન માં સહાયરૂપ બનશે તેવી આશા વ્યકત કરી હતી.
અહેવાલ :- યશપાલ સ્વામી પાટણ..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here