ભૂગર્ભ ગટર ની સ્થાનિક મહિલાઓ દ્વારા કરાતી સફાઈ નો વિડિયો સોશિયલ મિડિયા મા વાયરલ થયો..
પાલિકા સત્તાધીશોની શાન ઠેકાણે લાવવા પાર્ટીના આગેવાનો કડક કાર્યવાહી હાથ ધરે તેવી માંગ ઉઠી….
પાટણ જિલ્લાની હારીજ પાલિકા ના સત્તાધીશોની ઉદાસીનતાના કારણે શહેરીજનો રોડ-રસ્તા, સફાઈ, ભૂગર્ભ ગટર, સ્ટ્રીટ લાઈટ અને રખડતા ઢોરો ની સમસ્યાને લઈને પારાવાર મુશકેલી ભોગવી રહ્યા છે.
શહેરીજનોની પ્રાથમિક સુવિધાઓના નિરાકરણ માટે પાલિકા સતાધીશો સમક્ષ અનેક રજુઆત કરવા છતાં પ્રાથમિક સુવિધા પુરી પાડવામાં ઉણી ઉતરેલ પાલિકા તંત્ર પ્રત્યે લોકો મા રોષ જોવા મળી રહ્યો છે.
મંગળવારે શહેરના વોડૅ નં.૫ મા આવેલ જલારામ પાકૅ વિસ્તારમાં ૧૫ દિવસથી ચોક અપ બનેલી ભૂગર્ભ ગટર ની સફાઈ મામલે પાલિકા તંત્ર સમક્ષ રજુઆત કરવા છતાં આજ-દિન સુધી આ ચોક અપ બનેલ ભૂગર્ભ ગટર ની પાલિકા તંત્ર દ્વારા સફાઈ કામગીરી ન કરાતાં વિસ્તારના લોકોમાં ઉભી થયેલી રોગચાળાની ભિતી ને ધ્યાનમાં રાખીને વિસ્તારની મહિલાઓ દ્વારા જાતે જ ચોક અપ બનેલી ભૂગર્ભ ગટરની સફાઈ કામગીરી કરવામાં આવતી હોવાનો વિડિઓ સોશિયલ મીડિયામાં વાયરલ થતાં પાલિકા ની આ ગંભીર બેદરકારી પ્રત્યે અનેક ટીકાઓ સાભળવા મળી હતી. ત્યારે હારીજ પાલિકાના સતાધીશો ની ઉદાસિનતા ને કારણે સ્થાનિક રહીશો મા પાર્ટી પ્રત્યે પણ અણગમો ઉભો થવા પામ્યો છે. ત્યારે હારીજ નગર
પાલિકાના સત્તાધીશોની સાન ઠેકાણે લાવવા પાર્ટી
ના આગેવાનો દ્વારા કડક વલણ અપનાવવામાં આવે અને શહેરીજનોની પ્રાથમિક સુવિધાઓ સંતોષવામાં આવે તેવી માંગ શહેરીજનોમાં પ્રબળ બનવા પામી છે.
અહેવાલ :- યશપાલ સ્વામી પાટણ..




