
પાટણ તા. ૫
પાટણના પ્રસિદ્ધ શ્રી લક્ષ્મી નારાયણ મંદિર ના પાટોતસ્વ નિમિત્તે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પ નુ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 21 બોટલ બ્લડ એકત્રિત કરવામાં આવ્યું હતું. આ બ્લડ ડોનેશન કેમ્પ માં ભારત વિકાસ પરિષદ સિદ્ધહેમ શાખા પાટણના પ્રમુખ દિનેશ પ્રજાપતિ, ઘનશ્યામભાઈ ત્રિવેદી, કોર્પોરેટર જયેશભાઈ પટેલ,પાટણ શહેર ભાજપ પ્રમુખ હર્ષ પટેલ સહિત રેડક્રોસ સોસાયટી પાટણ ના સેક્રેટરી ડો.મોનીષ શાહ, વા. ચે. મહેશભાઈ ગાંધી સહિત નાઓ ઉપસ્થિત રહ્યા હતા.
શ્રી લક્ષ્મી નારાયણ મંદિર ના પાટોતસ્વ નિમિત્તે આયોજિત બ્લડ ડોનેશન કેમ્પ ને સફળ બનાવવા ભાર્ગવભાઈ મજમુંદાર અને તેમના પરિવારજનોએ જહેમત ઉઠાવી હતી.
અહેવાલ :- યશપાલ સ્વામી પાટણ…




