પાટણ તા. ૮
પાટણ મા લકકી ડ્રોના નામે લાખો રૂપિયા નું ફુલેકુ ફેરવી છેલ્લા નવ માસથી નાસતા ફરતા પાટણ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના આરોપી અને પાટણ હીરા જવેલર્સ ના માલિક સોની મહેન્દ્રભાઈ રતીલાલ અને તેમના પુત્ર સોની હિતેશ મહેન્દ્રભાઈ ને પાટણ એલસીબી ટીમે ઝડપી આગળની કાર્યવાહી માટે એ ડિવિઝન પોલીસ ને સોપવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.
આ મામલે પોલીસ સુત્રો તરફથી જાણવા મળતી માહિતી મુજબ પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક વી.કે.નાયી નાઓએ આગામી સમયમાં રાજ્યમા યોજાનાર સ્થાનીક સ્વરાજયની ચુંટણી અનુસંધાને પાટણ જીલ્લાના પોલીસ સ્ટેશનોના ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓ પકડવા સારૂ સ્પેશ્યલ ડ્રાઇવનું આયોજન કરેલ હોય જેને ધ્યાનમાં રાખીને પાટણ એલસીબી પીઆઈ આર.જી.ઉનાગરના માર્ગદર્શન હેઠળ પાટણ જીલ્લામાં નાસતા ફરતા આરોપીઓની માહિતી મેળવી આરોપીઓને પકડી પાડવા એલસીબી.સ્ટાફના માણસો પાટણ શહેરમા ખાનગી વાહનમા પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન બાતમી હકીકત મળેલ કે પાટણ શહેરમા જુન ૨૦૨૦ ના સમય દરમ્યાન પાટણ શહેરના મેઇન બજારમા આવેલ હીરા જવેલર્સના માલિક સોની મહેંદ્રભાઇ રતિલાલ અને તેના પુત્ર સોની હિતેશ મહેન્દ્રભાઈ નાઓ દ્રારા લક્કી ડ્રો યોજના તથા સુર્વર્ણ બચત યોજના નામે લોભામણી જાહેરાત કરી દાગીના બનાવી આપવાનો વિશ્વાસ લોકોનો કેળવી ૧૬૦.૭૫૦ ગ્રામ સોનુ કિં.રૂ. ૮,૫૦,૦૦૦ તથા રોકડ રૂ.૩૧,૮૬,૦૦૦ મળી કુલ રૂ.૪૦,૩૬,૦૦૦ નો લોકો સાથે ઠગાઇ અને વિશ્વાસઘાત આચરેલ જે અંગે પાટણ સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં પાર્ટ-એ ગુ.ર.ન.૧૧ર૧૭૦૧૯૨૪૦૬૯૩/ ન.૧૧ર૧૭૦૧૯૨૪૦૬૯૩/૨૦૨૪ બી.એન.એસ. કલમ-૩૧૬(૨), ૫૪ તથા જી.પી.આઇ.ડી. એક્ટ કલમ ૦૩ તથા ધી પ્રાઇઝ ચીટસ એન્ડ મની સર્કુલેશન સ્કીમ એક્ટ ૧૯૭૮ કલમ-૩,૪,૫ મુજબનો ગુનો દાખલ થયેલ જે ગુનાના કામે ઉપરોક્ત આરોપી વિરુધ્ધ નામ.કોર્ટ બી.એન.એસ.એસ.કલમ-૭૨ મુજબનુ વોરંટ ઇશ્યુ કરેલ જે કામે નાસતા – ફરતા આરોપી સોની મહેંદ્રભાઈ રતિલાલ અને તેના પુત્ર સોની હિતેશ મહેન્દ્રભાઈ રહે.પાટણ મ.ન.૧૦ ગોલ્ડન રો હાઉસ તા.જી.પાટણ વાળાઓને પાટણ શહેર માથી પકડી પાડી તેઓની બી.એન.એસ. કલમ ૩૫(૧) (જે) મુજબ અટક કરી આગળની કાર્યવાહી સારૂ પાટણ સીટી એ ડીવી.પો.સ્ટે. ખાતે સોંપવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.
અહેવાલ :- યશપાલ સ્વામી પાટણ…




