પાટણ જિલ્લાના ઝીલીયા ગામ મુકામે ૧૩૫ પાટણવાડા વણકર સમાજ સંયુક્ત બંધારણ નું પંચ પરગણું મળ્યું અને સામાજીક બંધારણ માં સુધારા કર્યા.

૧૩૫ પાટણવાડા વણકર સમાજ એકતા સમિતિ નાં અગ્રણીઓ એ બે ભાગ ની એકતા માટે રજૂઆત કરતા સામે પક્ષે ૧૩૫ પાટણવાડા વણકર સમાજ સંયુક્ત બંધારણ નું પંચ ને બે આગેવાન આપશે કે મોકલશે તો આ બંને પક્ષોની એકતા થઈ શકશે તે નિર્ણય સંયુક્ત બંધારણ નું પંચ પરગણા ગામનાં આવેલ લોકોને પૂછીને લેવામાં આવ્યો હતો.

૧૩૫ પાટણ વાડા વણકર સમાજ સંયુક્ત બંધારણ નું પંચ પરગણું તારીખ-૦૮/૦૬/૨૦૨૫ રવિવારે બપોરે બે વાગ્યે ઝીલિયા ગામ મુકામે વણકર સમાજ ના મોટી સંખ્યા માં લોકો ની હાજરી માં મળ્યું તેમાં કેટલાક અગત્ય ના સામાજીક સુધારા સર્વે સંમતિ થી કરવામાં આવ્યા. આ બાબતે જુદા જુદા ગામના લોકોએ સૂચનો કર્યા હતા. અને ઘણી ચર્ચા વિચારણા કરી સુધારા નકકી કરવામાં આવેલ હતાં જેમાં દાપા ના વ્યવહાર માં રૂપિયા ૪૧૩૫/-, પ્રથમ આણું નો વ્યવહાર રૂ.૧૧૩૫/-, વરવાધાના વ્યવહાર- રૂ. ૮૩૫/-, સાજના નું આણું નો વ્યવહાર રૂ. ૨૧૩૫/- નકકી કરવામાં આવેલ તેમજ મામેરામાં યથાશક્તિ પ્રમાણે  દાગીના અને રોકડ આપી શકશે, વરપક્ષે પોતાના ઘર આંગણે ગામ માં જ ડી. જે. સાઉન્ડ સિસ્ટમ, વરઘોડો કાઢી વગાડી શકાશે પરંતુ કન્યા ના લગ્ન માંડવે  કે ગામમાં વરપક્ષ નો ડી. જે સાઉન્ડ સિસ્ટમ, વરઘોડો લઈ જવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો કન્યા ના લગ્ન માંડવે લઇ જવું નહિ, હલ્દી રસમ સમાજ ની મહીલાઓના ઉત્સાહ જળવાય તે માટે નિયમ મુજબ રાખવી હલ્દી રસમની છૂટ પોતાના ધરે જ કરવી, વણકર સમાજ કેળવણી ફંડ ફાળો કેટલીક વિસંગતાના કારણે મુલતવી રાખવામાં આવેલ છેલ્લે ૧૩૫ પાટણ વાડા વણકર સમાજ સંયુક્ત બંધારણ પંચ ના કોટવાળ દુ;ખવાડા, પાટણ ની આલમેલ કરી કેશણી ગામના વણકર સમાજ નાં લોકોએ ૧૩૫ પાટણવાડા વણકર સમાજ પંચ પરગણું ને બેસવા મંડપ, કુલરો, ખુરશી, ગાદલા, ચા કોફી અને મિનરલ પાણી ની સુંદર વ્યવસ્થા કરવામાં આવેલ જેનો ૧૩૫ પાટણવાડા વણકર સમાજ પંચ પરગણું તરફથી તેમનો ખુબ ખુબ આભાર વ્યક્ત કરવામાં આવેલ હતો. ખાસ કરીને ઝિલીયા ગામ મુકામે ૧૩૫ પાટણવાડા વણકર સમાજ પંચ સંયુકત બંધારણ વણકર સમાજ પરગણું દ્વારા બંધારણ માં જે સુધારા વધારા કરવામાં આવ્યા તેનો અમલ તારીખ-૦૮/૦૬/૨૦૨૫ રવિવાર ના રોજ થી અમલ કરવામાં આવશે તેમ પરગણા નાં નીતિ નિયમ સિધ્ધાંત મુજબ કોટવાળ દુ;ખવાડા પાટણ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી. ખાસ વિશેષ માં ૧૩૫ પાટણવાડા વણકર સમાજ સંયુક્ત બંધારણ નું પંચ પરગણું ઝીલીયા મુકામે ભેગું થયું અને સામાજીક બંધારણ માં સુધારા કર્યા સાથે સામાજિક અગ્રણીઓ અને બિલ્ડરો રમેશભાઈ મકવાણા ગામ ગોવના અને મેહુલભાઈ વાઘેલા બાલીસણા એ હાલમાં જે વણકર સમાજના લોકો નો બીજો ભાગ જેને સાથે લઈને આપણે ભેગા મળીએ તે માટેની પોતાની રજૂઆત ૧૩૫ પાટણવાડા વણકર સમાજ સંયુક્ત બંધારણ નું પંચ ને રજૂ કરી હતી ત્યારબાદ ૧૩૫ પાટણવાડા વણકર સમાજ એકતા સમિતિ નાં અગ્રણીઓ રસિકલાલ મકવાણા (વાલમ), હરગોવિંદભાઈ મકવાણા (ગોવના), બિપીનભાઈ સોલંકી (વડાવલી), બાબુલાલ પરમાર (મણિયારી), વસંતભાઈ મકવાણા (પાંચોટ), પ્રવિણભાઈ પરમાર (પલાસર),

એ સામાજિક અગ્રણી બિલ્ડર રમેશભાઈ મકવાણા ગામ ગોવના અને મેહુલભાઈ વાઘેલા બાલીસણા ની વાત ને સમર્થન આપી અગાઉ ૧૩૫ પાટણવાડા વણકર સમાજ સંયુક્ત બંધારણ નું પંચ એ જે બંને પક્ષોની ભેગા કરવા માટે જે વાત રજૂ કરી હતી તે બાબતની સામે પક્ષે થયેલ વાત સ્પષ્ટતા સંયુક્ત બંધારણ નું પંચ સમક્ષ રજુ કરી હતી પરંતુ ૧૩૫ પાટણવાડા વણકર સમાજ સંયુક્ત બંધારણ નું પંચ એ હાલ પૂરતો જે અગાઉ બે માણસો તેઓના પંચ પરગણા દ્વારા આપણા ૧૩૫ પાટણવાડા વણકર સમાજ સંયુક્ત બંધારણ નું પંચ ને આપશે કે મોકલશે તો આ બંને પક્ષોની એકતા થઈ શકશે તે નિર્ણય ૧૩૫ પાટણવાડા વણકર સમાજ સંયુક્ત બંધારણ નું પંચ પરગણા ગામનાં આવેલ લોકોને પૂછીને લેવામાં આવ્યો હતો અને આ બાબતે એકતા સમિતિ પણ આ ૧૩૫ પાટણવાડા વણકર સમાજ નાં બંને પક્ષો એક થાય તે માટે પ્રયત્નો ચાલુ રાખવામાં આવશે તેમ જણાવ્યું હતું. ૧૩૫ પાટણવાડા વણકર સમાજ સંયુક્ત બંધારણ નું પંચ પરગણા ગામનાં મનુભાઈ મકવાણા ધિણોજ, ડાહ્યાભાઈ સોલંકી દુઃખવાડા પાટણ, મુકેશભાઈ સોલંકી સરાય પાટણ, રેવાભાઈ વાણિયા કુણઘેર, પ્રભુદાસ રાઠોડ સંડેર, ધરમશીભાઈ સરાય પાટણ, રમેશભાઈ જાદવ કંબોઇ, રમેશભાઈ મકવાણા ગોવના, મેહુલભાઈ વાઘેલા બાલીસણા, રમેશભાઈ સોલંકી દુઃખવાડા, પ્રવિણભાઈ પરમાર ઉંઝા, ભરતભાઈ વેસેતિયા ઊંઝા, યોગેશભાઈ ભાંખરિયા ઊંઝા, હરેશભાઈ પરમાર ઊંઝા, ભીખાભાઈ રાઠોડ ધિણોજ, રવીન્દ્ર ચાવડા ધિણોજ, પ્રવિણભાઈ સોલંકી બગવાડા, વિનુભાઈ ઉપેરા, મહેન્દ્રભાઈ વણકર મોટપ, કીરીટભાઈ મકવાણા પાંચોટ, રમેશભાઈ સોલંકી બગવાડા, રંજનભાઈ સોલંકી સરાય પાટણ, વિષ્ણુભાઈ રાઠોડ ખારાધરવા, પ્રકાશભાઈ ચાવડા ચાણસ્મા, મહેશભાઈ સોલંકી દુઃખવાડા, રમણભાઈ વણકર કણી,લક્ષ્મણભાઈ પરમાર ડોડીવાડા, હર્ષદભાઈ ધિણોજ, એચ. ટી. પરમાર ઐઠોર, નરેન્દ્રભાઈ વાણિયા કુણઘેર, અનિલભાઈ પરમાર મીઠીવાવડી તેમજ અન્ય વગેરે આગેવાનોએ ચર્ચા વિચારણા માં ભાગ લઇને અગત્યના સામાજિક કાર્યો અને સુધારા વધારા સૂચનો કર્યા હતા કિર્તીભાઈ સોલંકી દુઃખવાડા પાટણ કોટવાળ ની સરાહનીય કામગીરી કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here