પ્રદેશ ભાજપ ના પૂર્વ મહામંત્રી અને હુડકોના સ્વતંત્ર ડિરેક્ટર કે.સી.પટેલ સહિત રાજકીય- સામાજિક આગેવાનોએ શુભેચ્છા વ્યક્ત કરી…

પાટણ તા. ૧૧
પાટણના સિદ્ધપુર ચાર રસ્તા નજીક આવેલ ક્રિષ્ના સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલે બુધવારે ૧ વર્ષ પૂર્ણ કરીને બીજા વષૅ મા મંગલ પ્રવેશ કરતાં ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પૂર્વ મહામંત્રી અને હુડકોના સ્વતંત્ર ડિરેક્ટર કે.સી.પટેલ સહિતના રાજકીય-સામાજિક આગેવાનો તેમજ પાટણ પંથકના પ્રબુદ્ધ નગરજનો એ શુભકામનાઓ વ્યક્ત કરી હતી.
પાટણની ક્રિષ્ના સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં એક વષૅ મા પાટણ પંથક સહિત સમગ્ર ઉત્તર ગુજરાતના ૧૦ હજારથી વધુ દર્દીઓને સેવા કરવાની તક મળવા બદલ હોસ્પિટલમાં ફરજ બજાવતા તબીબો સહિત સમગ્ર સ્ટાફ પરિવારે પરમાત્માનો આભાર વ્યક્ત કરી ક્રિષ્ના સુપર
સ્પેશિયાલિટી હોસ્પિટલ માં આયુષ્યમાન ભારત યોજના અંતર્ગત અમદાવાદ અને મુંબઈ ખાતે મળતી સુપરસ્પેશિયાલિટી ઓપેરશન અને સારવાર વિનામૂલ્યે આપી શક્યા તેના માટે સર્વે નગરજનો નો અંતઃકરણપૂર્વક આભાર વ્યકત કરી પાટણ જિલ્લા ના સર્વે નગરજનો ની હજુ વધુ આરોગ્યની સેવા કરવા કટિબદ્ધતા વ્યકત કરી હતી.
અહેવાલ :- યશપાલ સ્વામી પાટણ..




