અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી સહિતના મુસાફરોના મૃત્યુ બદલ શોક વ્યકત કરતા ડો. વી. એમ. શાહ.

પાટણ તા. ૧૩
અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિત ૨૯૦ થી વધુ મુસાફરોના નિધન થતાં સમગ્ર દેશે ઊંડા શોકની લાગણી વ્યક્ત કરી છે. ત્યારે પાટણ જૈન સમાજના સેવાભાવી તબીબ ડો. વ્યોમેશ શાહ અને તેમના પરિવારે પણ દુઃખની લાગણી અનુભવી ગુજરાત ના પૂવૅ મુખ્યમંત્રી સૌમ્ય અને સંવેદનશીલ વ્યક્તિત્વ ધરાવતા વિજયભાઇના અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં અને ત્યારબાદ પક્ષમાં કુશળ સંગઠક તરીકે વિવિધ જવાબદારીઓ નિષ્ઠાપૂર્વક નિભાવી ગુજરાત ના મુખ્યમંત્રી તરીકે પારદર્શી અને નિર્ણાયક નેતૃત્વથી રાજ્યની સર્વાંગીણ વિકાસ યાત્રાને આગળ ધપાવવામાં તેમનું યોગદાન સદૈવ યાદ રહેશે.
જયારે સુજલામ સુફલામ જળ અભિયાનથી લઈને શાળાઓમાં જ્ઞાનકુંજ પ્રોજેક્ટ માટેના તેમના સફળ અને પરિણામદાયી પ્રયાસો અવિસ્મરણીય રહ્યા છે.
ઈશ્વર સદગત સહિત પ્લેન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા તમામ મૃતાત્માઓની આત્માને શાંતિ અર્પે અને તેમના સ્વજનો આ દુ:ખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના ડો.વ્યોમેશ એમ.શાહ અને તેમના પરિવારજનો એ વ્યક્ત કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here