શેઠ એમ.એન. હાઈસ્કૂલની વિદ્યાર્થિની મુસ્કાન પ્રજાપતિ અભ્યાસ અને રમત-ગમત ક્ષેત્રે અન્યો માટે પ્રેરણાસ્ત્રોત બની…
પાટણ તા. ૧૩
ઉત્તર ગુજરાત યુવક મંડળ સંચાલિત પાટણ ની શેઠ એમ.એન. હાઈસ્કૂલની ધો.૧૦ માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની મુસ્કાન વિપુલભાઈ પ્રજાપતિ કે, જેણે શિક્ષણ ક્ષેત્રે પણ ઉત્તમ પરિણામ મેળવ્યું છે અને તાજેતરમાં યોજાયેલ રાજ્યકક્ષાની ટેનીસ પ્રીમિયર લીગ (U-16 કેટેગરી) માં ચેમ્પિયન બની સમગ્ર પાટણ જિલ્લાને ગૌરવ અપાવ્યું છે.
વડોદરા ખાતે યોજાયેલ આ સ્પર્ધામાં સમગ્ર ગુજરાત માંથી 18 પ્રતિભાશાળી ખેલાડીઓએ ભાગ લીધો હતો. તેમાં મુસ્કાને પોતાની એકાગ્રતા, દમદાર રમત અને અવિરત મહેનત ના જોરે તમામ રાઉન્ડમાં વિજય મેળવી અંતિમ મુકાબલામાં પણ શાનદાર દેખાવ સાથે વિજય મેળવી શિલ્ડ અને પ્રમાણપત્ર થી સન્માનિત થતાં શાળાના આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કર સહિતના સ્ટાફે મુસ્કાનને શુભેચ્છાઓ પાઠવી હતી.
શેઠ એમ.એન.હાઈસ્કૂલની વિધાર્થી ની મુસ્કાને અભ્યાસની સાથે સાથે રમતગમત ક્ષેત્રમાં શ્રેષ્ઠતા પ્રાપ્ત કરી અન્યોને પ્રેરણા પૂરી પાડી છે.
અહેવાલ :- યશપાલ સ્વામી પાટણ..



