જૈન આચાર્ય પરમ પૂજ્ય ચારિત્ર્ય વિજય મહારાજ સાહેબે ખાસ ઉપસ્થિત રહી આશિર્વચન પાઠવ્યાં…


પાટણ તા. ૧૯
પાટણ ગોળશેરી વિસ્તારમાં આવેલ નૂતન વિનય મંદિર ખાતે ગુરૂવારે ધોરણ એકમાં તથા ધોરણ નવ માં નવા બાળકો નો પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં પ્રવેશ મેળવનાર તમામ બાળકોનું શાળા પરિવાર દ્વારા કુમ કુમ તિલક સાથે મો મીઠું કરાવી ઉષ્માભર્યું સ્વાગત કરી આવકારવામાં આવ્યાં હતાં.
આ પ્રવેશોત્સવ કાર્યક્રમમાં જૈન આચાર્ય પરમ પૂજ્ય ચારિત્ર્ય વિજય મારા સાહેબે ખાસ ઉપસ્થિત રહી પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને રૂડા આશીર્વાદ પાઠવ્યા હતાં. સાથે સાથે શાળાના શિક્ષકો પણ વિદ્યાર્થીઓને સારું જ્ઞાન આપે અને તેમનું ભવિષ્ય ઉજ્જવળ બને તે માટે અપીલ કરી હતી.આ સાથે મહારાજ સાહેબે સૌ સ્ટાફ મિત્રો અને શાળાના આચાર્યની ઓફિસમાં પગલા કરી તેમને પણ આશિર્વચન આપ્યા હતા.
આજના સમયે આ સંસ્થામાં ખૂબ જ જરૂરીયાત મંદ બાળકો અભ્યાસ કરે છે અને જેના મા-બાપ ખૂબ જ વિકટ પરિસ્થિતિ માંથી પસાર થાય છે એવા બાળકોને સંસ્થામાં શિક્ષણ આપવામાં આવે છે આજે બાળકોને દફતર સાથે સ્કુલ કીટ આપવામાં આવી હતી. આ સંસ્થામાં સરકાર તરફથી મધ્યાહન ભોજન નો કાર્યક્રમ પણ ચાલતો હોય છે ત્યારે મધ્યાહન ભોજન તરફથી ધોરણ એક થી આઠ સુધીના તમામ બાળકોને રસ પુરી નું જમણ આપવામાં આવતાં બાળકોએ આનંદ વ્યકત કર્યો હતો.
શાળામાં પરમ પૂજ્ય ડોંગરેજી મહારાજ ટ્રસ્ટ ના ટ્રસ્ટીઓ તરફથી પહેલા ધોરણના બાળકોને દફતર ભેટ આપવામાં આવે છે તેમને પણ યાદ કરી સ્મરણ કરી અને તેમના આદર્શો કાયમ જીવંત રહે તેવી અપેક્ષા વ્યકત કરાઈ હતી.
અહેવાલ :- યશપાલ સ્વામી પાટણ..



