કાઉન્સિલ ઓફ આર્કિટેચર દિલ્હી દ્વારા હેમ.ઉ. ગુ. યુનિવર્સિટીને પત્ર લખી જાણ કરાઈ..
પાટણ તા. ૧૯
કાઉન્સિલ ઓફ આર્કિટેચર દિલ્હી દ્વારા હેમ.ઉ. ગુ.યુનિવર્સિટીના ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્કિટેકચરની સીટો વધારીને ૪૦ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
હેમચંદ્રાચાર્ય ઉ. ગુ. યુનિ. પાટણમાં આવેલા આર્કિટેચર વિભાગમાં પાંચ વર્ષનો આર્કિટેચર ડિગ્રી કોર્ષ વર્ષોથી ચાલે છે. જેના માટે કાઉન્સિલ ઓફ આર્કિટેચર, દિલ્હીની દર વર્ષે માન્યતા પ્રાપ્ત કરવા તથા ઇન્ટેક લેવા વિભાગ દ્વારા અરજી કરવાની હોય છે, શરૂમાં ૪૦ સ્ટુડન્ટસનો ઇન્ટેક હતો જેમાં વર્ષો પહેલાં થોડો ઘટાડો થયેલ હતો પરંતુ હાલમાં યુનિ.ના કુલપતિ પ્રો. કિશોર સી. પોરિયા,કુલસચિવ રોહિતભાઈ દેસાઇ,વિભાગના ડાયરેક્ટર મીરાબેન ચતવાણી,વિભાગના અધ્યાપકો અને વિદ્યાર્થીઓની મહેનત થકી આ ઇન્ટેક ૪૦ પાછો મળ્યો હોવાનો વિભાગ ને પત્ર મળ્યો હોય હવે EWS સાથે ૪૮ નો કુલ ઇન્ટેક થયો છે.
ઉલ્લેખનીય છે કે અહીંના ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ વ્યવસાયમાં ઉજ્વળ કારકિર્દી બનાવી રહ્યા છે. આ ક્રિએટિવ ફિલ્ડમાં કારકિર્દીની ઉત્તમ તકો રહેલી હોવા ઉપરાંત ઉત્તર ગુજરાતનો એક માત્ર ગ્રાન્ટ–ઇન- એઇડ ડીપાર્ટમેન્ટ સાથે જ યુનિ.ની તમામ સુવિધાઓ મળતી હોવાથી રાજ્ય અને રાજ્ય બહારના વિદ્યાર્થીની પહેલી પસંદગી બની રહ્યું છે.
અહેવાલ :- યશપાલ સ્વામી પાટણ.



