પાટણ પ્રજાપતિ સમાજના પરિવારજનો સહિત મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ રવાડી ના દર્શન નો લાભ લઈ ધન્યતા અનુભવી…

પાટણ તા. ૨૧
સંવત ૨૦૮૧ ને જેઠ વદ દસમ ને શનિવાર ના પવિત્ર દિવસે પાટણ પ્રજાપતિ સમાજના ઇષ્ટદેવ શ્રી પદ્મનાભ ભગવાનની જ્યોત સ્વરૂપે નીકળતી રવાડી ભક્તિમય માહોલ વચ્ચે ભગવાન ની વાણી કિતૅન સાથે હરિભક્તોએ મંદિર પરિસર ખાતે થી નિકાળી હતી.
ભગવાન પદમનાભજી ની જયોત સ્વરૂપે નિકળેલી આ રવાડી મંદિર પરિસરથી નિકળી શ્રી પદમનાભ વાડી પરિસરની પરિક્રમા કરી શ્રી ગણપતિ દાદા ના કયારે સંપન્ન બની હતી. જયાં સૌ ભકતોએ ભગવાન પદમનાભજી સહિત વાડી પરિસરમાં માટીના કયારા સ્વરૂપે બિરાજમાન ૩૩ કરોડ દેવી-દેવતાઓ,૮૮ હજાર ઋષિ મુનિઓ અને ૫૬ કોટી યાદવો ની પુજા અચૅના અને આરતી કરી ધન્યતા અનુભવી હતી.
શ્રી પદ્મનાભ મંદિર પરિસર ખાતે આયોજિત કરાયેલ ભગવાન શ્રી પદ્મનાથજીની જ્યોત સ્વરૂપે ની રવાડીના ધાર્મિક પ્રસંગના દર્શનાર્થે મોટી સંખ્યામાં પાટણ પ્રજાપતિ સમાજના પરિવારજનો સાથે શ્રી પદ્મનાભ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીગણે ઉપસ્થિત રહી ધન્યતા અનુભવી હતી.
અહેવાલ :- યશપાલ સ્વામી પાટણ..



