ગૃપના ચેરમેન સહિત ના મિત્રોએ શાલ અને ભગવત ગીતા અપૅણ કરી શુભેચ્છાઓ પાઠવી..
પાટણ તા. ૨૮
સેવાકીય કાર્યોમાં હમેશા અગ્રેસર રહેતા અને લોકો નો પ્રેમ સંપાદન કરી આગવી લોકચાહના પ્રાપ્ત કરનાર યશપાલ સ્વામી ની પાટણ પ્રજાપતિ સમાજના ઈષ્ટદેવ શ્રી પદ્મનાભજી ભગવાન ના 800 વર્ષ પ્રાચીન મંદીરના ટ્રસ્ટી તરીકે સવૉનુમતે વરણી થવા બદલ સમગ્ર પાટણ પ્રજાપતિ સમાજ સહિત પદ્મનાભ મંદિર ટ્રસ્ટ પરિવારે તેઓની વરણી ને આવકારી છે.
ત્યારે પાટણ શહેરમાં સામાજિક અને શૈક્ષણિક અનેકવિધ પ્રવૃત્તિઓ કરતાં ક્રિષ્ના ગૃપના ચેરમેન કિરણભાઈ દેસાઈ સહિત ના સર્વે મિત્રોએ પણ યશપાલ સ્વામી ની શ્રી પદ્મનાભ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકે વરણી ને આવકાર દાયક લેખાવી તેઓને શ્રી પદ્મનાભ મંદિર સહિત પ્રજાપતિ સમાજના દરેક શુભ કાર્યમાં સફળતા પ્રાપ્ત થાય તેવા ભગવાન શ્રી કૃષ્ણ ના આશીર્વાદ પાઠવી તેમનું સ્વાગત – સન્માન કરી શાલ અને ભગવત ગીતા પુસ્તક અપૅણ કરી શુભેચ્છાઓ પાઠવી હતી. શ્રી પદ્મનાભ મંદિર સહિત પ્રજાપતિ સમાજ વતી યશપાલ સ્વામીએ તેઓના સન્માન બદલ ક્રિષ્ના ગૃપનો આભાર વ્યક્ત કર્યો હતો.
અહેવાલ :- બિરેન ઠક્કર પાટણ..



