પાટણમાં પેટ્રોલ પંપના મેનેજરને છરીની અણીએ લૂંટી લેનારા ૬ આરોપીને
મુદ્દામાલ સાથે ગણતરી ના દિવસોમાં ઝડપી લેતી એલસીબી ટીમ..

પાટણ તા.૩૦
પાટણમાં પેટ્રોલ પંપના મેનેજરને છરીની અણીએ લૂંટી લેનારા ૬ આરોપીને મુદ્દામાલ સાથે ગણતરી ના દિવસોમાં પાટણ એલસીબી ટીમે ઝડપી ગુનાનો ભેદ ઉકેલી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
આ બાબતે મળતી હકીકત મુજબ ગઈ તા. ૨૫/૦૬/૨૦૨૫ ના રોજ મેમદપુર ગામે આવેલ મહાલક્ષ્મી પેટ્રોલપંપના મેનેજર પેટ્રોલપંપના વેપારના પૈસા લઈને પાટણ આવી રહ્યા હતા. તે દરમિયાન ગદોસણ ગામ નજીક રાત્રીના સમયે કેટલાક ઈસમો દ્વારા તેમને રોકી, છરી બતાવી ધમકાવી, તેમની પાસે રહેલ રોકડ રકમ રૂ. ૮૯,૦૦૦ ની લૂંટ કરીને ગુનાને અંજામ આપ્યો હતો. આ ઘટના અંગે પાટણ તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો.
ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને પોલીસ અધિક્ષક વી.કે. નાયી, નાઓએ આ ગુનો શોધી કાઢવા માટે સૂચના આપી હતી. જેના અનુસંધાને પાટણ એલસીબી પીઆઈ આર.જી. ઉનાગર ના માર્ગદર્શન હેઠળ સ્ટાફના માણસોની ટીમો બનાવી અલગ દિશામાં ટેકનિકલ તથા હ્યુમન સોર્સ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી.
તપાસ દરમિયાન ખાનગી રાહે બાતમી હકીકત મળી હતી કે આ લૂટના ગુનામાં મેમદપુર,હાંસાપુર તથા રામનગર,પાટણના કેટલાક ઈસમો સંડોવાયેલા છે અને તેઓએ મળીને આ ગુનાને અંજામ આપ્યો છે. આ ચોક્કસ અને આધારભૂત બાતમીના આધારે એલસીબી ટીમે તપાસ કરીને સંડોવાયેલા ઈસમોને કચેરીએ લાવી યુક્તિ પ્રયુકિતઓ થી પૂછપરછ કરતાં તેઓએ પોતાના ગુનાની કબૂલાત કરતા ટીમે લૂંટમાં લીધેલ રકમ, મોબાઈલ તથા ગુનામાં ઉપયોગ કરેલ વાહન, હથિયાર, મોબાઈલ વગેરે મુદ્દામાલ કબ્જે કર્યો છે.
તો ડીવાયએસપી પરેશ રેણુકા એ આ લૂટ બાબતે વધુ પ્રકાશ પાડતાં જણાવ્યું હતું કે આરોપીઓની પૂછપરછ કરતા તેમણે કબૂલ્યું હતું કે તા. ૨૧/૬ ના રોજ પણ મીઢીવાવડી ખાતે આ પેટ્રોલપંપના મેનેજરને લૂંટવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેઓ નિષ્ફળ રહ્યા હતા. આ નિષ્ફળતા બાદ તા.૨૫/૦૬ નારોજ ભેગા મળીને પેટ્રોલપંપના મેનેજરના અવર-જવરના રસ્તાની રેકી કરી અને ફરી આ પ્લાનના આધારે તેઓએ લૂંટને અંજામ આપ્યો હોવાનું જણાવ્યું હતું.
પોલીસે પકડેયલ આરોપીઓમા ભાવુજી વદનજી વલાજી ઠાકોર, રહે. દુધસાગર ડેરીની પાછળ છાપરામાં,હાંસાપુર, પાટણ,હિતેશજી અભુજી પ્રતાપજી ઠાકોર, રહે. ઈન્દીરાનગર, મહેમદપુર, પાટણ, કિર્તીસિંહ પરબત જી તરસંગજી ઠાકોર (ચાવડા),રહે.ચાવડાવાસ
, મહેમદપુર, પાટણ, સંજયજી અગરાજી બબાજી ઠાકોર, રહે. ભેમોસણપુરા, રામનગર, પાટણ,રાહુલજી કનુજી અરજણજી ઠાકોર, રહે. ભદ્રાડા, રામનગર, પાટણ અને વિશાલજી સેંધાજી બચુજી ઠાકોર,રહે. દુધસાગર ડેરીની પાછળ છાપરામાં,હાંસાપુર પાટણ વાળાની અટકાયત કરી તેઓની પાસેથી રોકડ રકમ રૂપિયા ૮૯,૦૦૦, મોબાઈલ નંગ-૭કિંમત રૂ. ૪૦,૦૦૦,વાહન નંગ-૩ કિંમત રૂ.૧,૫૫,૦૦૦, મારક હથિયાર છરી નંગ-૧ કિંમત રૂ.૧૦ મળી
કુલ રૂ. ૨,૮૪,૦૧૦ મુદામાલ હસ્તગત કરી આગળ ની કાયૅવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
અહેવાલ :- યશપાલ સ્વામી પાટણ..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here