1 જુલાઈના ડોક્ટર ડે નિમિતે પાટણ EMRI ગ્રીન હેલ્થ સર્વિસ દ્રારા મેસર ગ્રામજનોને આરોગ્ય લક્ષી સેવાઓ પૂરી પાડી…

મેસર ગ્રામજનોએ ધનવંતરી આરોગ્ય રથમાં લીધી આરોગ્યની સેવાઓ…

ધનવંતરી રથ દ્વારા શ્રમીકોને આરોગ્ય લક્ષી સેવા સહિત શ્રમિક કાર્ડ બનાવી આપવાનું ઉત્તમ ઉદાહરણ…


પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના મેસર ગામ ખાતે પાટણ જિલ્લા આરોગ્ય વિભાગની ધનવંતરી આરોગ્ય રથમા ટીમ અને ફરજ બજાવતા ડોક્ટરો દ્વારા આજરોજ 1 જુલાઈના ડોક્ટર ડે નિમિતે પાટણ EMRI ગ્રીન હેલ્થ સર્વિસ દ્રારા મેસર ગ્રામજનોને આરોગ્ય લક્ષી સેવાઓ પૂરી પાડવામાં આવી હતી અને મેસર ગ્રામજનોએ ધનવંતરી રથમાં ડોક્ટરોની ટીમ દ્વારા આરોગ્યની સેવાઓનો લાભ લીધો હતો.
પાટણ જીલ્લા સહિત શહેર તેમજ વિવિધ ગ્રામ્યવિસ્તારોમાં ધનવંતરી આરોગ્ય રથ દ્રારા આજે 1 જુલાઈના ડોક્ટર ડે નિમિતે પાટણEMRI ગ્રીન હેલ્થ સર્વિસ દ્રારા પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના મેસર ગામમા ગ્રામજનોને આરોગ્ય લક્ષી સેવાઓ પુરી પાડવામાં આવી હતી
જયારે આ આરોગ્ય લક્ષી સેવાઓનો મેસર ગામના 40 થી 45 લોકોએ લાભ લીધો હતો અને ધનવંતરી આરોગ્ય રથમાં દર્દીઓની બીપી, ડાયાબિટીસ તેમજ અન્ય રોગોની તપાસ તેમજ બ્લડ ચેકપ કરીને જરૂરી દવાઓ પૂરી પાડવામાં આવી હતી. અને પાટણ જિલ્લા આરોગ્ય ધનવંતરી રથ શ્રમીકોની બાંધકામની કામગીરીની સાઈડો પર જઈને શ્રમીકોને આરોગ્ય લક્ષી સેવા પૂરી પાડે છે તેમજ એમના શ્રમિક કાર્ડ બનાવી આપવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.
જયારે આ સેવા ડોક્ટર હિમ શ્વેતા વાણીયા, અને
પેરામેડિક લેબ ટેકનીસીયન મનલેબર અને પાયલોટની ટીમે ખાસ હાજરી આપી હતી…….!
તસ્વીર અને અહેવાલ :- ઉપેશ પંચાલ .




