અનાવાડા હરિ ૐ ગૌ શાળા ના લાભાર્થે આયો જિત પૂ.ભાઈશ્રી ની કથા નું વિધિવત નિમંત્રણ પાઠવવામાં આવ્યું…

પૂ. ભાઈશ્રી એ કથાના આયોજન ની તમામ માહિતી મેળવી સરાહના કરી…

પાટણ તા. ૫
પાટણ સમીપ આવેલ અનાવાડા હરિ ૐ ગૌશાળા ના લાભાર્થે આગામી ડિસેમ્બર માસમાં આયોજિત પૂ.ભાઈશ્રી ની કથા ના આયોજન નું શનિવારે વિધિવત રીતે કથાના આયોજકોએ પૂ.ભાઈશ્રી ને તેઓના પોરબંદર સ્થિત સાંદીપનિ આશ્રમે રૂબરૂ મળી નિમંત્રણ પાઠવવામાં આવ્યું હતું.
આગામી પહેલી ડિસેમ્બર થી સાતમી ડિસેમ્બર સુધી બિમાર અને અશક્ત ગૌ માતા ની હોસ્પિટલ તથા ગૌશાળા ( હરિ ઓમ ગૌશાળા અનાવાડા ) ના લાભાર્થે યોજાનાર ગૌ ભાગવત કથા માટે વિશ્વ પ્રસિદ્ધ ભાગવત્ કથાકાર પૂ.શ્રી રમેશભાઈ ઓઝાભાઈશ્રી ના પોરબંદર સ્થિત સાંદિપની મંદિર ખાતે શનિવારે પાટણ ગૌશાળા ની ટીમે રૂબરૂ મળી વિધિવત આમંત્રણ આપી પૂ.ભાઈશ્રીના હસ્તે શ્રીફળ,પત્ર આપી કથા માટે પૂ.ભાઈશ્રી એ વિધિવત સંમતિ આપી
સંપૂર્ણ કથાના આયોજન વિશે ઝીણવટભરી માહિતી મેળવી ખુશી વ્યક્ત કરી હતી.
તો ગૌશાળા ના કાર્યકર્તાઓએ ભાગવત સપ્તાહ સંપૂર્ણ સફળ બનાવવા માટે પૂ.ભાઈશ્રી ના આશીર્વાદ મેળવી આશ્રમસ્થિત ગૌશાળા ની મુલાકાત લઈ ધન્યતા અનુભવી હતી.
આગામી સમયમાં પાટણ ની હરીઓમ ગૌશાળા આગવી ઓળખ ઉભી કરી સંપૂર્ણ ગુજરાત માં ક્યારેય ન થઈ હોય એવી કથા નું આયોજન કરવા માટે આયોજકો કટિબદ્ધ બન્યા હતા અને આ કથાના આયોજન ને સફળ બનાવવા સૌના પ્રયત્નો ચોક્કસ સફળ રહેશે તેવી આશા વ્યકત કરી બીમાર ગાયો ની સારવાર માટે હજારો દાતાઓના સહયોગથી હરિ ઓમ ગૌશાળા ને વધારે અધ્યતન બનાવી શકીશું .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here