પાટણ ના કલારવાડા મા ભરાતાં વરસાદી પાણી ની સમસ્યા મામલે મહિલા
ઓ પાલિકા ખાતે દોડી આવી..

એક સપ્તાહમાં આ સમસ્યા દુર નહિ કરાઈ તો પાલિકા ખાતે હલ્લાબોલ કરાશે તેવી ચિમકી આપી..

પાટણ તા. ૭
પાટણ નગરપાલિકા વોર્ડ નંબર એક માં આવેલ કલારવાડાના રહીશોએ પોતાના મહોલ્લામાં ભરાતા વરસાદી પાણીનો તાત્કાલિક નિકાલ કરવા માટે સોમવારે પાલિકા ખાતે આવી પાલિકાના ઓફિસ સુપ્રિટેન્ડન્ટ જય રામી ને લેખિત અરજી આપી ઉગ્ર રજૂઆત કરી હતી.
કલારવાડા ની મહિલાઓએ પોતાના વિસ્તારમાં ભરાતા વરસાદી પાણીના કારણે ભોગવવી પડતી મુશ્કેલીઓ સહિત રોગચાળો ફાટી નિકળવાની દહેશત વ્યકત કરી તાત્કાલિક ધોરણે આ ભરાયેલ વરસાદી પાણીનો તાત્કાલિક નિકાલ કરવાની માંગ સાથે આ સમસ્યા નો કાયમી નિકાલ લાવવા રજૂઆત કરી એક સપ્તાહ મા આ સમસ્યા નું નિરાકરણ નહિ આવે તો નગરપાલિકા ખાતે ફરી આવી હલ્લાબોલ કરીશું તેવી ચીમકી મહિલાઓએ ઓએસ સમક્ષ ઉચ્ચારી હતી.
અહેવાલ :- યશપાલ સ્વામી પાટણ..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here