પાટણની શ્રીમંત ફતેસિંહ રાવ લાઈબ્રેરી અને પાટણ પાલિકા ના સહયોગથી ચાલતી પાણીની પરબના તૃતીય વર્ષમાં મંગલ પ્રવેશ પ્રસંગે વૃક્ષારોપણ કરાયું…

પાટણ તા. ૯
પાટણની ઐતિહાસિક શ્રીમંત ફતેસિંહ રાવ લાઇબ્રેરી અને પાટણ નગર સેવા સદન ના સહયોગથી શ્રીમતી હર્ષાબેન ભરતભાઈ ના સૌજન્ય થી તથા અન્ય દાતાઓના સૌજન્યથી પાટણના પશ્ચિમ વિસ્તારમાં કાયૅરત કરવામાં આવેલ પાણી ની પરબ નગરજનો તથા ગ્રામજનો માટે આશીર્વાદરૂપ બની રહેલ છે .જીમખાના દરવાજા પાસે આવેલ પાણીની પરબ છેલ્લા બે વર્ષથી અવિરત 24 કલાક પીવાનું શુદ્ધ ઠંડુ પાણીની વ્યવસ્થા પૂરી પાડી રહી છે .તેનો આ બાજુના લોકો લાભ રહી રહ્યા છે .આ વિસ્તારમાં સતત સવારથી સાંજ સુધી મુસાફરો, વિદ્યાર્થીઓ તથા જિમખાનાના રમતવીરો લાભ લઇ રહ્યા છે . અહીંયા મુસાફરોને બેસવા તથા ઉભા રહેવા માટે સગવડ મળી રહે તે હેતુથી અહીંયા દાતાઓ
ના સહયોગથી બાંકડા મુકવામાં આવ્યા છે ,
પરબના તૃતીય વષૅ મા પ્રવેશ પ્રસંગે બુધવારે આ વિસ્તારના લોકોને ઉનાળામાં છાંયડો મળી રહે તે હેતુથી ઘટાદાર વૃક્ષોનું વૃક્ષારોપણ પાલિકા પ્રમુખ હિરલબેન પરમાર તથા વિસ્તાર ના નગરસેવક મનોજભાઈ પટેલ સહિત લાઇબ્રેરી નાં પ્રમુખ ડો. શૈલેષ સોમપુરા,મંત્રી મહાસુખભાઈ મોદી સહિત ના સભ્યો દ્ધારા કરવામાં આવ્યું હતું.

અહેવાલ :- યશપાલ સ્વામી પાટણ..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here