પાટણ યુનિવર્સિટી સંલગ્ન બીએડ,એમએસસી ની 7 કોલેજોમાં નિયમભંગ ની તપાસ કરાશે..

યુનિવર્સિટી દ્વારા 4 સભ્યોની કમિટી રચી તપાસ સોપી…

પાટણ તા. ૯
પાટણની હેમચંદ્રાચાર્ય ઉ. ગુ.યુનિવર્સિટીની સંલગ્ન બીએડ એમએસસી સહિતની 7 કોલેજોમાં નિયમભંગના આક્ષેપો ને ધ્યાનમાં રાખીને યુનિવર્સિટી સતાધીશો દ્વારા 4 સભ્યોની કમિટી બનાવી આ 7 કોલેજમાં સ્થળ તપાસ કરવામાં આવનાર હોવાનું યુનિવર્સિટી ના સુત્રો તરફથી જાણવા મળ્યું છે. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન સાત કોલેજોમાં નિયમભંગ અને ગેરરીતિના આક્ષેપો અંગે તપાસ શરૂ થઈ છે. કુલપતિએ આ મામલે ચાર સભ્યોની તપાસ કમિટીની રચના કરી છે.
કમિટીની પ્રથમ બેઠક મંગળવારે યુનિવર્સિટીમાં યોજાઈ હતી.કમિટીમાં એક એક્સપર્ટ,એક વકીલ અને એક બોર્ડના સભ્યનો સમાવેશ કરવામાં આવ્યો છે.
બેઠકમાં મળેલી અરજીઓ પર ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.
યુનિવર્સિટીના કુલપતિ કે.સી. પોરિયાના જણાવ્યા અનુસાર, કમિટી પ્રથમ તબક્કામાં કોલેજોના દસ્તાવેજોની ચકાસણી કરશે. ત્યાર બાદ સ્થળ તપાસ હાથ ધરવામાં આવશે ત્યારબાદ તપાસ રિપોર્ટ તૈયાર થયા બાદ યુનિવર્સિટી આગળની કાર્યવાહી અંગે નિર્ણય લેશે.
આ તપાસ બીએડ અને એમએસસી સહિતના અભ્યાસક્રમો ચલાવતી કોલેજોમાં મંજૂરીના નિયમોના ભંગ અને અન્ય ગેરરીતિઓના આક્ષેપો અંગેની અરજીઓના આધારે શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

અહેવાલ :- યશપાલ સ્વામી પાટણ..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here