ઈકબાલભાઈ (પીપરાણી) મેમણ ભાટસણ વાળા તરફથી બાળકોને ભેટ…

સરસ્વતી તાલુકાની ભાટસણ પગાર કેન્દ્ર શાળાના બાલવાટિકા અને ધોરણ 1 માં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓને મૂળ ભાટસણના અને હાલમાં જૂના ડીસામાં સ્થાયી થયેલા દાતા ઈકબાલભાઈ મેમણ તરફથી શાળામાં ઉપયોગમાં લઈ શકાય તે માટે દફતરની ભેટ આપી હતી.
શાળા પરિવાર દ્વારા દાતાશ્રીનું ઉષ્માભર્યું સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું. દાતાશ્રીએ જણાવેલ કે આ ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરેલ હોવાથી બાળકોને દાન આપવું એ મારા માટે અહોભાગ્ય છે. તેમની સાથે મોહમ્મદ આરીફ ઈકબાલભાઈ અને ભાટસણ ગામના આગેવાન શ્રી કનુજી ખાસ હાજર રહ્યા હતા. દાતાશ્રી તરફથી બાલવાટિકા થી ધોરણ 8 ના તમામ બાળકોને ચોકલેટ આપીને મો મીઠું કરાવ્યું હતું.
શાળાના આચાર્ય શૈલેષભાઈ સુથાર અને સ્ટાફ દ્વારા ઉપસ્થિત તમામ મહેમાનોને પુસ્તક પુષ્પ ગુચ્છ અને સાલ ઓઢાડીને સન્માન કર્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શાળાના શિક્ષક નિલેશ શ્રીમાળી દ્વારા કરવામાં આવ્યું હતું. આભાર વિધિ ધનેશભાઈ પરમાર દ્વારા કરવામાં આવી હતી.




