
શ્રી પાટણ જૈન મંડળ સંચાલિત શ્રી બી ડી સાર્વજનિક વિધાલય તેના 81 વર્ષમાં અનેક ગુરુઓના યોગદાન થકી શિષ્યનું ઘડતર કરી જીવનમાં પરિવર્તન લાવ્યું છે ત્યારે શાળાએ વિશેષ પહેલ કરી ગુરુપૂર્ણિમા ની ઉજવણી કરવામાં આવે છે શાળાના સમગ્ર ગુરુજનો દ્રારા શાળાના બાળદેવોને ભોજન પ્રસાદ કરાવવા ની અનોખી પહેલ કરેલ છે, સાથે સાથે શાળામાં ગાયત્રી યજ્ઞ નું આયોજન કરી બાળદેવો દ્રારા આહુતિ આપવામા આવે છે તેમજ વિશેષ શ્રેષ્ઠ કામગીરી નોંધ લઇ ગુરુજી નું સન્માન કરવામાં આવે છે.


વિધાર્થીઓ દ્રારા ગુરુ પૂજન કરી ગુરુજીઓના આશીર્વાદ લેવામાં આવે છે, આ ઉપરાંત સંસ્કૃતિ કાર્યક્રમમાં વકતુંત્વ સ્પર્ધા, સંગીત ના કાર્યક્રમ અને નાટક દ્રારા ગુરુપૂર્ણિમાનું મહત્વ સમજાવવામાં આવાયુ હતું. કાર્યક્રમમાં ભાગ લેનાર બાળકો ને સન્માનિત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે શાળાના વડા ડૉ બળદેવભાઈ દેસાઈએ ગુરુપૂર્ણિમાનું શાસ્ત્રોમાં વર્ણન તેમજ તેના મહત્વ વિશે સમજાવ્યું હતું.
શાળાના કાર્યક્રમને સફળ બનાવવા તમામ સ્ટાફ દ્રારા જહેમત ઉઠાવવામા આવી હતી.




