પાટણની શ્રીમતી કે.કે. ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે લગ્ન ગીત સ્પર્ધા યોજાઈ..

શાળાની વિધાર્થીનીઓના ૭ જુથે સ્પર્ધા મા ભાગ લીધો…

પાટણ તા. ૧૨
પાટણની શ્રીમતી કે.કે. ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે શનિવારે લગ્ન ગીત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળાની વિધાર્થીની ઓના કુલ ૭ જૂથોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
દરેક જૂથે વિવિધ પરંરાગત લગ્ન ગીતો રજૂ કર્યા હતા જેમાં સંગીત સાધનો અને સુંદર વેશભૂષા સાથે તેમના પ્રદર્શનને વિધાર્થીનીઓએ જીવન્ત બનાવ્યું હતું.
આ લગ્ન ગીત સ્પર્ધા મા શાળાના નિવૃત સંગીત શિક્ષક કમલેશભાઈ સ્વામીએ ઉપસ્થિત રહી દરેક જૂથના પ્રયત્નોની ખુબજ પ્રશંસા કરી અને વિદ્યાર્થીનીઓને જરૂરી માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું.
આ ઉપરાંત, તમામ ભાગ લેનાર જૂથોને તેમણે ઉત્સાહ વર્ધક ઇનામો પણ વિતરણ કર્યા હતા.
શાળા ખાતે આ લગ્ન ગીત સ્પર્ધાનો ઉદ્દેશ્ય શાળાની વિદ્યાર્થીનીઓમાં લોકસંસ્કૃતિ પ્રત્યે ગૌરવભાવ જગાવવો,ગુજરાતીભાષા અને સંગીત પ્રત્યે રસ ઊભો કરવો અને સામૂહિક કાર્યક્ષમતા વિકસાવવાનો રહ્યો હોવાનું શાળા ના આચાર્ય ડો.દિનેશભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here