આણંદના તારાપુરની શાળામાં વડોદરાની સંસ્થાએ શૈક્ષણિક કિટ આપી…

વડોદરાના દશાબાજ વણિક સમાજના એજ્યુકેશન એન્ડ હેલ્થ પ્રોજેક્ટ હેઠળ આણંદ જિલ્લાના તારાપુર ગામની એલ. ડી. પટેલ પ્રાર્થમિક શાળાના ધોરણ ૧ થી ૮ના તેજસ્વી વિદ્યાર્થીઓને સ્કૂલ બેગ તથા ચોપડાનું નિ:શૂલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. યોગાચાર્ય દુષ્યંત મોદી અને નયનાબેન મોદીએ સંગીતના માધ્યમથી યોગ તથા કસરતોની ટ્રેનિંગ આપી હતી.કાર્યક્રમમાં તારાપુર કેળવણી મંડળના પ્રમુખ ભુપેન્દ્ર પટેલ, પ્રિસીપલ ફાલ્ગુનીબેન બ્રહ્મભટ્ટ, સુનિલ પુજારા, મલ્લિકાબેન શાહ ઉપસ્થિત રહ્યા હતા. એમ સમાજના અધ્યક્ષ અશોક શાહે જણાવ્યું હતું. મનીષ જોષી “મૌન”ની તસવીર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here