અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ પાટણ દ્રારા ગુરુ વંદન કાર્યક્રમ યોજાયો…

એક શિક્ષક જ સમાજ પરિવર્તન નું કામ કરી શકે : રુપેશ ભાટીયા…

પાટણ તા. ૧૪
પાટણની શેઠ એમ.એન. હાઈસ્કૂલ ખાતે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત દ્વારા તાલુકા કક્ષાનો ગુરૂપૂર્ણિમા નિમિત્તે ગુરુ વંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં
તાલુકા કક્ષાએ થી મોટી સંખ્યામાં શિક્ષક ભાઈ- બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
ગુરૂ વંદના કાર્યક્રમમાં વક્તા તરીકે આચાર્ય સંવર્ગ ના પ્રદેશ મહામંત્રી રુપેશભાઈ ભાટિયા એ ગુરુવંદન નું મહત્વ જણાવતા કહ્યું હતું કે શિક્ષક જ સમાજ પરિવર્તન નું કામ કરી શકે પંચ પરિવર્તન અનુસંધાને સામાજિક સમરસતા, પર્યાવરણ,નાગરિક કર્તવ્ય પાલન,સ્વ ની ઓળખ ( સ્વદેશી ) અને કુટુંબ પ્રબોધન ની આવશ્યકતા જણાવી શતાબ્દી વર્ષ નિમિત્તે પોતાની શાળાઓ
માં બાળકોને ગુરુ બોધ આપવા અનુરોધ કર્યો હતો કાર્યક્રમ ના અધ્યક્ષ તરીકે ઉપસ્થિત ભીખાભાઈ પટેલે વર્તમાન સમયમાં નેગેટિવ નેરેટિવ્સ ફેલાતો અટકાવવા માટે જણાવ્યું હતું કે ક્યાંય શાસ્ત્રોમાં ઉલ્લેખ નથી કે કોઈ ગુરુજીએ પોતાના શિષ્ય પાસે થી અંગુઠો માંગી લીધો કે કોઈ ગુરુજી એ શિષ્ય પછાત વર્ગ નો હોવાથી એને અભ્યાસ કરાવવાની ના પાડી છતાં પણ વિમર્શ ઉભો કરી ગુરુ દ્રોણાચાર્ય અને એકલવ્ય નું ગુરુ શિષ્ય ની અદ્ભુત પરંપરા ના નામે ઉદાહરણ આપવામાંઆવે છે આવા ઉદાહરણ થી બચવા માટે જણાવી એમણે કહ્યું કે બ્રીજ તુટી પડવો કે આવી અનેક ઘટનાઓ બની રહી છે એની પાછળ મુલ્યોના શિક્ષણ નો અભાવ કારણભૂત હોય છે ગુરુ તરીકે આપણા સંગઠન ના સૌની ફરજ છે કે આપણે બાળકોને મુલ્ય લક્ષી શિક્ષણ આપીએ.
કાર્યક્રમમાં શેઠ એમ.એન.
હાઈસ્કૂલના આચાર્ય ધનરાજભાઈ ઠક્કર, ઉજજલભાઈ પટેલ, ડૉ હેમાંગીબેન પટેલ તથા બાબુભાઇ રબારી સહિત રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમ નું સફળ સંચાલન રાજ્ય ના મહિલા મંત્રી શ્રીમતી ડૉ.હેમાંગીબેન પટેલ કર્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here