
પાટણ તા. ૧૭
તા.૧૭ મી જુલાઇને”જસ્ટીસ ડે” તરીકે મનાવવામાં આવે છે.
ત્યારે પાટણની બી.ડી.એસ કોલેજ N.S.S વિભાગ દ્વારા જસ્ટિસ ડે ની ઉજવણી અંતગૅત ગુજરાત કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા વિદ્યાર્થીઓમાં કાનૂની અવેરનેસ જાગૃતિ માટે કાનૂની શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
ગુજરાત કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા PLV હર્ષિદાબેન સોની અને ઉષાબેન બુચ દ્વારા બાળકોનો કાયદો, બહેનોના કાયદા, યુવાનોનો કાયદો, ઘરેલુ હિંસા માટેના કાયદો, વૃદ્ધો માટેના કાયદા વગેરે વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.
કાર્યક્રમમાં કોલેજ કા.આચાર્ય ડૉ. કમલભાઈ એચ પંડ્યા, N.S.S પ્રોગ્રામ ઓફિસર ડૉ.પારસભાઈ ખમાર સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને અધ્યાપક મિત્રો હાજર રહ્યા હતા. કાર્યક્રમના અંતે આભારી વિધિ જયેશભાઈ દેસાઈએ કરી હતી.



