પાટણ જગન્નાથ મંદિર પરિસર ખાતે સૌપ્રથમ વાર હિંડોળા ઉત્સવ ઉજવાયો…

નિજ મંદિરમાં સ્થાપિત ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્રને હિંડોળામાં જુલાવી ભક્તો ધન્યભાગ બન્યા..

પાટણ તા. ૨૭
પાટણ શહેરના રોકડિયા ગેટ વિસ્તારમાં આવેલા પ્રસિદ્ધ શ્રી જગન્નાથ મંદિર પરિસર ખાતે શ્રાવણ સુદ બીજને શનિવારના પવિત્ર દિવસે સૌપ્રથમવાર વિવિધ ફ્રુટોથી શણગારેલા હિંડોળા દર્શનનું ભક્તિમય માહોલમાં આયોજન કરવામાં આવ્યું હતું.
શ્રી જગન્નાથ મંદિર પરિસર ખાતે આયોજિત કરાયેલા આ હિંડોળા દર્શન ના ધાર્મિક પ્રસંગે હિંડોળામાં નીજ મંદિરમાં સ્થાપિત ભગવાન જગન્નાથ,બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્રને બિરાજમાન કરી ભક્તોએ હિંડોળાને ઝુલાવી રૂડા આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી.
હિંડોળા દર્શન ના ધાર્મિક પ્રસંગને સફળ બનાવવા શ્રી જગન્નાથ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીગણ સહિત મંદિરના પૂજારી તેમજ જગન્નાથ ભક્તોએ જહેમત ઉઠાવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here