ગોકુલ ગ્લોબલ યુનિ.ખાતે નવા સરપંચો – પંચાયતના સદસ્યોના સન્માન સાથે પંચાયતી રાજ વિશે માહિતીપૂર્ણ સેમિનાર યોજાયો…
પાટણ તા. ૧
રાજયના કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂત ના અધ્યક્ષ સ્થાને શુક્રવારે સિધ્ધપુર ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી ખાતે નવા ચૂંટાયેલા સરપંચો અને પંચાયતના સદસ્યોના સન્માન સમારોહ સાથે પંચાયતી રાજ વિશે માહિતિપૂર્ણ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે ગામડાની વિકાસયાત્રામાં સરપંચ ની મહત્વપૂર્ણ ભૂમિકા હોય છે તેઓએ નવનિયુક્ત સરપંચો પોતાનું કાર્ય village first, nation first ની ભાવનાથી કરશે અને “વિક્સિત ગુજરાત થી વિકાસશીલ ભારત સુધી”ના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિઝનને સાકાર કરશે તેવી આશા વ્યકત કરી હતી.
આ સન્માન કાર્યક્રમ મા દૂધસાગર ડેરીનું ગૌરવ સમા અશોકભાઈ ચૌધરીને (GCMMF) અમૂલના અધ્યક્ષ તરીકે નિમણૂક થવા બદલ સન્માનિત કરતા કેબીનેટ મંત્રી એ જણાવ્યું હતું કે અશોકભાઈ ચૌધરીનું દૂધ ઉદ્યોગમાં દ્રઢ નેતૃત્વ અને દ્રષ્ટિકોણ અમૂલને નવી ઊંચાઈઓ સુધી લઈ જશે અને દૂધ ઉત્પાદકો માટે નવી શક્યતાઓ ઊભી કરશે તેમ જણાવ્યું હતું.
આ પ્રસંગે પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ સિંધવ,રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર, પ્રદેશ અગ્રણી નંદાજી ઠાકોર,રણજીતસિંહ સોલંકી,જિલ્લા વિકાસ અધિકારી,પ્રાંત અધિકારી, જિલ્લા પંચાયત પ્રમુખ સહિતના આગેવાનો, કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.




